તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કુવૈતમાં ફસાયેલા 27 યુવાનો આખરે માદરે વતન પરત ફર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુવૈતમાં ફસાયેલા 27 યુવાનો આખરે માદરે વતન પરત ફર્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
27 યુવાનો અલગ અલગ રાજ્યના

ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં રહેતા સુબોધ પ્રમોદકુમાર શર્માએ માંજલપુર પોલીસને જણાવ્યું હતું કે વડોદરાની મકરપુરા જીઆઇડીસીમાં આવેલી ન્યૂટન એન્જિનિયરિંગ એન્ડ કેમિકલ લિમિટેડ નામની કંપની દ્વારા તેમને ગત નવેમ્બર,16માં કુવૈતમાં એન્જિનિયર તરીકે નોકરી આપીને કુવૈત મોકલવામાં આવ્યા હતા. નોકરી માટે તેમની પાસેથી 40,000 રૂપિયા લેવાયા હતા. કુવૈતમાં એક મહિનો સારી રીતે કામ ચાલ્યું હતું અને તમામને પગાર પણ મળી ગયો હતો. જોકે ત્યારબાદ ડિસેમ્બર મહિનાથી પગારના ધાંધિયા શરૂ થયા હતા. સુબોધ શર્માએ આરોપ લગાવ્યો હતો કે તેમણે વારંવાર ઇમેલ દ્વારા કંપનીને પગાર ના ચૂકવાયો હોવા બાબતે ફરિયાદ કરી હતી પણ તેમને પ્રત્યુત્તર અપાયો હતો. ઘેર પરત આવવા માટે પણ પૈસા ના હોવાથી આખરે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને ભારતીય એમ્બેસીની મદદ માંગી હતી. એમ્બેસીની મદદ વડે પગારથી વંચિત રહેલા 27 યુવાનો આખરે 28 ફેબ્રુઆરીએ વતનમાં પરત ફર્યા હતા અને આજે રવિવારે વડોદરા આવીને યુવાનોએ માંજલપુર પોલીસમાં કંપની સંચાલકો સામે ફરિયાદ કરી હતી.પોલીસે યુવાનોની કથની સાંભળી કંપની સંચાલકો અને યુવાનો વચ્ચે સોમ-મંગળવારે બેઠક કરી પગાર મળે તેવી વ્યવસ્થા કરવાની તજવીજ કરી હતી.

27 યુવાનોનો વડોદરાની કંપનીએ સંપર્ક કરીને કુવૈતમાં સારી નોકરીની લાલચ આપી 40,000 કે તેથી વધુ રકમ ઉઘરાવી હતી. 17 યુવાનો પાસેથી પૈસા ઉઘરાવાયાનું યુવાનોએ જણાવ્યું હતું. કુવૈતમાં તેમને પોસ્ટ મુજબ 14,000થી 1,00,000 રૂપિયા પગાર નક્કી કરાયો હતો. જો કે 1 મહિનો પગાર મળ્યા બાદ યુવાનોને પગાર ચૂકવાયો હતો. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સાના યુવાનો હોવાનું જાણવા મળે છે.

સિનિ. એન્જિનિયર તરીકે કુવૈત ગયો હતો

^હુંકુવૈતની ફિનેસ્કો કંપનીમાં સિનિ.એન્જિનિયર તરીકે જોબ મળતાં 40,000 આપીને કુવૈત ગયો હતો. મારો પગાર 1,00,000 નક્કી કરાયો હતો. જોકે એક મહિનો પગાર મળ્યો હતો પણ પછી પગારના ધાંધિયા શરૂ થયા હતા. > સુબોધશર્મા, ફરિયાદી

માંજલપુર પોલીસે ફરિયાદના આધારે કંપની સંચાલકોની તપાસ શરૂ કરી

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને ભારતીય એમ્બેસી મદદે આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો