તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મદનઝાંપાના જુગારધામ પર પોલીસનાે દરોડો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદનઝાંપાના જુગારધામ પર પોલીસનાે દરોડો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મદનઝાંપારોડ પર નીલમ ગેસ્ટ હાઉસની પાછળના ભાગના મકાનમાં નોકર રાખીને ચલાવાતા વરલી મટકાના જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. જુગારધામ ચલાવનાર અબ્દુલકાદર ઇંદુભાઇ તૈડીવાલા ફરાર થઇ ગયો હતો. પોલીસ તપાસમાં 13 શખ્સોએ જુગારના આંકડા લખાવ્યા હતા. પોલીસે જુગારધામ પરથી નોકરની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.

નવાપુરા પોલીસના જણાવ્યા મુજબ મદનઝાંપા રોડ પર નીલમ ગેસ્ટ હાઉસની પાછળ રહેતો અબ્દુલકાદર ઇંદુભાઇ તૈડીવાલા પોતાના મકાનના પહેલા માળે વરલી મટકાનું જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતાં પોલીસે શનિવારે સાંજે દરોડો પાડ્યો હતો. જુગારધામ પરથી પોલીસના હાથે અબ્દુલ કાદરનો નોકર ગુલામ સરવર ઉર્ફે ફરીદ સુલેમાન મકેરાવાલા ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી 3300 રોકડા તથા વરલી મટકાના સટ્ટાબજારના હારજીતના લખેલા આંકડાની નોટબુક મળી આવી હતી. પોલીસે મોબાઇલ મળીને 19,350 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જોકે મુખ્ય સૂત્રધાર અબ્દુલકાદર તૈડીવાલા ફરાર થઇ ગયો હતો. પોલીસે તપાસ કરતાં ઇસ્માઇલ, અલ્લાબેલી (સાદીક), રીઝવાન, સાજીદ, ગણપત, નાનિયો અને અબ્દુલ ગની તથા ગની મામા નામના શખ્સોએ હાર-જીતના આંકડા લખાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે શખ્સો સામે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો