તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીઢો તસ્કર લખન ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | શહેરએસઓજી પોલીસે રીઢા તસ્કરને ઝડપી લેતાં તરસાલી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. તસ્કર સામે અમદાવાદ શહેરના ચાર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા હોવાનું અને એક વાર પાસા હેઠળ પણ તેની ધરપકડ થઇ ચુકી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.

શહેર એસઓજી પોલીસના પીઆઇ એચ.એમ.વ્યાસે બાતમીના આધારે તસ્કર લખનસિંગ શેરસીંગ સિકલીગરને ઝડપી પાડયો હતો. લખનસિંગે 20 દિવસ પહેલા તરસાલીના ગોવિંદનગરમાં રહેતા ચેતન સોલંકીના મકાનમાંથી ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 9400ની મતાની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો