તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ત્રણ એજન્સીની તપાસથી મનસુખ સામે સકંજો કસાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ એજન્સીની તપાસથી મનસુખ સામે સકંજો કસાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુમનદીપ વિદ્યાપીઠની છેલ્લા વર્ષની એમબીબીએસની વિદ્યાર્થિનીના વાલી પાસે પરીક્ષામાં બેસવા દેવા માટે મનસુખ શાહે 20 લાખની માંગણી કરીહતી. વાલીએ અંગે એસીબીને ફરિયાદ કરતાં છટકું ગોઠવાયું હતું અને મનસુખ શાહ, વચેટિયા ભરત સાવંત અને અશોક ટેલરને લાંચ લેતાં ઝડપી પાડી ત્રણેયની ધરપકડ કરી હતી. ત્રિપુટીની બે તબક્કામાં પાંચ દિવસના રિમાન્ડ મેળવી ઊંડી પૂછપરછ કરાઇ હતી. એસીબીની તપાસમાં 224 વિદ્યાર્થીઓએ આપેલા 101 કરોડના ચેક મળ્યા હતા જ્યારે નોટબંધીના ગાળામાં કરાયેલી 43 કરોડની એફડીની વિગતો પણ મળી હતી.સુમનદીપ વિદ્યાપીઠના સત્તાધીશો, અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 50થી વધુ વ્યક્તિઓનાં નિવેદન પણ એસીબી દ્વારા લેવાયાં હતાં અને હજુ પણ 15 દિવસ તપાસ લાંબી ખેંચાય તેવી શકયતા સૂત્રોએ વ્યકત કરી હતી.

હાલ મનસુખ શાહ સહિતની ત્રિપુટી સેન્ટ્રલ જેલમાં છે, ત્યારે વિદેશમાં પૈસા મોકલવા સહિત મની લોન્ડરિંગના મામલે ઇડીએ પણ મનસુખ શાહ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ મનસુખ શાહની આવક અને કર માફીનો લાભ મેળવ્યા બાદ કેટલો કર ભર્યો છે, તે સહિત વિવિધ મુદ્દા પર આઇ.ટી વિભાગે પણ તપાસ શરૂ કરી હતી. આઇ.ટી વિભાગે એસીબીએ તપાસમાં મેળવેલા કેટલાક અગત્યના દસ્તાવેજો પણ એસીબી પાસેથી મેળવ્યા છે. ઉપરાંત મનસુખ શાહ સામે જમીન વિવાદમાં પણ આરોપ થતાં કલેકટર કચેરી દ્વારા તપાસ થઇ રહી છે. ઉપરાંત સુમનદીપ વિદ્યાપીઠના ટ્ર્સ્ટ સામે પણ તપાસ શરૂ કરાઈ છે. બીજીતરફ ધ્રુમીલ શાહ અને મનસુખના પુત્ર દિક્ષીતની પુછપરછ માટે રાહ જોવાઈ રહી છે. બે કેન્દ્રિય એજન્સી અને એક રાજય સ્તરની તપાસ એજન્સી સહિત સરકારના વિવિધ વિભાગો દ્વારા થઇ રહેલી તપાસના કારણે મનસુખ શાહ સામે શિકંજો મજબૂત બની રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

સુમનદીપની 50થી વધુ વ્યક્તિઓના નિવેદન લેવાયાં હતાં

આઇટી, ઇડી અને એસીબી દ્વારા થઈ રહેલી તપાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો