તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વિશ્વામિત્રીના કોતરમાં જુગાર રમતાં 12 ખેલીઓની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વામિત્રીના કોતરમાં જુગાર રમતાં 12 ખેલીઓની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરપોલીસે માંજલપુર વિસ્તારમાં પારસી ભીસ્તાની પાછળ વિશ્વામિત્રીના કોતરમાં જુગાર રમી રહેલા 12 શખ્સને ઝડપી પાડી બે રિક્શા અને ત્રણ બાઇક મળી 2,69,380 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને જોઇને એક શખ્સ ફરાર થઇ ગયો હતો.

પારસી ભીસ્તાની પાછળ વિશ્વામિત્રીના કોતરમાં લીમડાના ઝાડ નીચે લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતાં શનિવારે સાંજે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ઠાકોર ઉર્ફે ભીમો પૂજા રાજપૂત (રહે, માંજલપુર ગામ), રાજેશ ઉર્ફે ડિંગો વિનોદ રાજપૂત (રહે, માંજલપુર ગામ), કમલેશ રમેશ માળી (રહે, કમલેશ્વરનગર, અલવાનાકા), ગોપાલ કનુ ચૌહાણ (રહે, માંજલપુર), મિતેશ અરવિંદ સોલંકી(રહે, માંજલપુર ગામ), રાજેન્દ્ર બળવંતસિંહ સોલંકી (રહે, કોતર તલાવડી), સંજય જયંતી પંચાલ (રહે, માંજલપુર ગામ), કમલેશ રતિલાલ રાવલ (રહે, સાંઇનાથ નગર, અલવાનાકા), સંજય કાલીદાસ સોલંકી(રહે, માંજલપુર ગામ), શંકર મેલસિંગ રાજપૂત (રહે, અલવાનાકા), કિરણ સુખદેવ માળી (રહે, અલવાનાકા), અજય રમણ સોલંકી (રહે, માંજલપુર) જુગાર રમતાં ઝડપાઇ ગયા હતા, જ્યારે કાળુ ઉર્ફે કન્યો થાપા (રહે, અલવાનાકા) ફરાર થઇ ગયો હતો. પોલીસે 23,700 રૂપિયા રોકડા તથા 2 રિકશા અને 3 બાઇક કબજે કરી હતી.

બાતમીના આધારે માંજલપુર પોલીસની રેડ : 1 ફરાર

3 બાઇક અને બે રિકશા મળી 2.69 લાખનો મુદ્દામાલ કબજે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો