તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લાલુ સિંધીનું ભરૂચ જિલ્લામાં પણ નેટવર્ક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલુ સિંધીનું ભરૂચ જિલ્લામાં પણ નેટવર્ક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નામચીનબૂટલેગર લાલુ સિંધીનો રૂા. 96 હજારનો દારૂનો જથ્થો ઝડપાઇ જતાં કારમાં સવાર 2 ખેપિયાના પોલીસે રિમાન્ડ મેળવી પૂછતાછ હાથ ધરી હતી. દારૂ ભરૂચના અમોદ પાસેથી લાવ્યા હોવાની કેફિયત કરતાં શહેરના બૂટલેગર લાલુ સિંધીએ દારૂનું નેટવર્ક વડોદરા ઉપરાંત ભરૂચમાં પણ વિસ્તાર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલે ગત શુક્રવારે કપુરાઈ ગામના તળાવ પાસેથી દારૂ ભરેલી કાર સાથે ચાલક સતીશ ઓમપ્રકાશ પ્રજાપતિ અને અશોક સેવુમલ તોરાણીની 2.96 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો વારસિયાના કુખ્યાત બૂટલેગર લાલુ સિંધી અને સોનુનો હોવાનું બંનેએ કબૂલ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ ખાતે અજાણ્યો શખ્સ લાલુ અને સોનુનાં નામની ઓળખ આપી કાર લઇ ગયા બાદ તેમાં દારૂ ભરીને આપી ગયો હોવાની કેફિયત કરી હતી. લાલુ સિંધીએ વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત ભરૂચ જિલ્લામાં પણ તેનું સામ્રાજ્ય સ્થાપ્યું હોવાનું જણાય છે. બંને આરોપીના રિમાન્ડ દરમિયાન પોલીસે આમોદ તરફ તપાસનો દૌર લંબાવ્યો છે. સોનુ અને લાલુની પણ શોધખોળ શરૂ કરી છે. જિલ્લાના કેટલાક પોલીસ કર્મીઓની સાંઠગાંઠથી લાલુ સિંધી અને કાલુ સિંધીએ સામ્રાજ્ય સ્થાપ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ઝડપી પાડતાં ગ્રામ્ય પોલીસના છૂપા આશીર્વાદની પોલ ઉઘાડી પડી ગઇ છે.

પોલીસની સાંઠગાંઠથી ગ્રામ્ય વિસ્તારોમાં હેરાફેરી

નવા કાયદાને પણ બૂટલેગરો ઘોળીને પી ગયા

લાલુ સિંધી તરસાલીમાં છુપાયો હોવાની શંકા

બૂટલેગર લાલુ સિંધી તરસાલીમાં છુપાયો હોવાની વિગતો અંતર્ગત સૂત્રોમાંથી જાણવા મળી છે. મૂકેશ હરજાણીની હત્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલો લાલુ સિંધી પોલીસની રહેમનજર હેઠળ દારૂનું નેટવર્ક ચલાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો