તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • MSUએ ઓફિસર્સ મેસ 346ની જમીન ખાલી કરવા નોટિસ આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MSUએ ઓફિસર્સ મેસ-346ની જમીન ખાલી કરવા નોટિસ આપી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સર સયાજીરાવ ગાયકવાડ તરફથી એમ.એસ.યુનિવર્સિટીને મળેલી જમીનો અનેક છે.જે પૈકી શહેર અને તેની આસપાસ આવેલી ત્રણ થી ચાર જમીનોનો સમાવેશ થાય છે.

સમિયાલા, વીઆઇપીરોડ-નાગરવાડા, લક્ષ્મી વિલાસ પેલેસની અંદર તથા લક્ષ્મી વિલાસ પેલેસની સામે અને યુનિવર્સિટી પ્રેસ નજીક આવેલ ઓફિસર્સ મેસ-346ની જમીન પર માલિકી હક્ક ધરાવે છે. જોકે લક્ષ્મી વિલાસ પેલેસની સામે અને યુનિવર્સિટી પ્રેસ નજીક આવેલ ઓફિસર્સ મેસ-346ના સંદર્ભે તાજેતરમાં વડોદરા સેવાસદને એમ.એસ.યુનિવર્સિટીના વીસી-રજિસ્ટ્રારને પત્ર લખીને યુનિવર્સિટી તેની માલિકી હક ધરાવે છે તેની જાણ કરતાં યુનિ.ને પોતાની કોઇ જમીન છે તેવી માહિતી મળી હતી. વડોદરા સેવાસદને ઓફિસર્સ મેસ-346ની કુલ જમીન 7235 સ્કે.મીટર છે, જેનો માલિકી હક એમ.એસ.યુનિવર્સિટી પાસે હોવાથી વડોદરાના વિકાસ માટે જમીન પૈકી કેટલીક જમીનની જરૂર પડશે તેવી માંગણી કરતો બીજો પત્ર લખ્યો હતો. પત્ર બાદ એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશો ઓફિસર્સ મેસ-346ના એડમિનિસ્ટ્રેટરને પત્ર લખીને માલિકી હક યુનિ.નો હોઇ તે જમીન ખાલી કરાવવાની નોટિસ આપી છે. યુનિવર્સિટીનાં સૂત્રોના જણાવ્યા મુજબ જમીન પૈકી વડોદરા સેવાસદનને 2325 મીટર જમીન જોઇતી હોઇ તે જમીન આપવા માટેની કવાયત પણ યુનિ.ના સત્તાધીશોએ હાથ ધરી છે. જમીન સેવાસદનને આપીને તેની સામે યુનિવર્સિટીને પણ અન્ય જમીન આપવા માટેની માંગ કરવાની તૈયારી આરંભી દીધી છે.

કબજા હેઠળની જમીન માટે કમિટી નિર્ણય લેશે

^ઓફિસર્સ મેસ-346ની જમીન પર કબજો આર્મીનો છે, કબજા હેઠળની જમીન માટે હવે કમિટી નિર્ણય લેશે. કબજો ઘણાં વર્ષોથી આર્મી-ઓફિસર્સ મેસ પાસે છે. જે જગ્યા વડોદરા સેવાસદનને જોઇએ છે, તે કબજાની જમીનનો વિવાદ ઉકેલવા માટે આગામી સમયમાં યુનિ.ના પાંચ સિન્ડિકેટ સભ્યોની બેઠક મળશે. >ડૉ.અશોક મહેતા, કમિટી મેમ્બર-સિન્ડિકેટ સભ્ય.

ઓફિસર્સ મેસ-346ના વહીવટદારને જગ્યા ખાલી કરવા જાણ કરી

સેવાસદને મેસ-346ની જમીન યુનિ.ની હોવાનો પત્ર લખ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો