તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સિંધી સમાજ ચેટીચંડ પર્વની 28,29મીએ ઉજવણી કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંધી સમાજ ચેટીચંડ પર્વની 28,29મીએ ઉજવણી કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાવારસિયા વિસ્તારમાં આવેલ પ્રેમપ્રકાશ ધર્મતીર્થ અને સમગ્ર વડોદરા સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની 28,29,માર્ચના રોજ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે.

સિંધી સમાજના ઇષ્ટદેવ લાલસાઇના જન્મના પવિત્ર દિવસે સિંધી સમાજ દ્વારા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.આગામી તા.28 અને 29મી માર્ચના રોજ ચેટીચંડ પર્વ ધામધૂમ પૂવર્ક મનાવવામાં આવશે.તા.28,માર્ચને મંગળવારના રોજ શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ સંતકવરનગર સ્થિત પ્રેમપ્રકાશ ધર્મતીર્થ ખાતે સાંજે 8.00 કલાકથી મહાપ્રસાદી રાખવામાં આવેલ છે. ચેટીચંડ પર્વ નિમિત્તે પૂ.મોહનસાંઇ, પૂ.ચરણસાંઇ તેમજ અન્ય સંતો મંહતો દ્વારા સત્સંગ યોજાશે.

અંગે માહિતી આપતા મંદિરના મંહત પૂ.મુકેશ સાંઇ અને કાર્યકર સન્મુખ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે ચંડીચંડ પર્વની ઉજવણીમાં સિંધી સમાજના કલાકાર જ્યોત્સના પહેલવાની મુંબઇ તેમજ સાંઇ ગુરુમુખદાસજી ઇન્દોરના પરમાનંદ સોની, ભોપાલથી મોહિત સેવાની, બરહાનપુરથી નિલ તલરેજા દ્વારા સંગીત સંધ્યા નો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. વારસિયા સંતકરવરનગર સ્થિત પ્રેમપ્રકાશ આશ્રમમાં રાત્રે ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ રાત્રે 8.00 કલાકથી શરૂ કરવામાં આવશે.

પ્રેમપ્રકાશ ધર્મતીર્થમાં વિવિધ કાર્યક્રમો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો