તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara મનની વાત બંધ ઓરડે પણ બહાર કાઢી લો

મનની વાત બંધ ઓરડે પણ બહાર કાઢી લો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પ્રેમાનંદ હોલ ખાતે ગીત થિયેટર દ્વારા એપ્રિલફુલ નાટક ભજવવામાં આવ્યું હતું. આ નાટક યોગેશ સોમન દ્વારા લિખીત અને રોહિત પ્રજાપતિ દ્વારા દિગ્દર્શિત છે. આ એક કોમેડી નાટક છે કે જેનું મરાઠી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. ગુજરાતીમાં પ્રયાગ બરછાએ અનુવાદ કર્યું હતું. આ નાટકમાં હોસ્ટેલ લાઇફની સાથે કોઇ પણ વ્યક્તિને હસતા હસતા મનની વાત પહોંચાડી શકાય છે અને કોઈ પણ વ્યક્તિ ઉપર ગુસ્સો જ આવતો હોય કે પ્રેમ પણ આવતો હોય પણ એની સામે કહેવાની હિંમત ના થતી હોય તો એની ગેરહાજરીમાં પણ આપણે આપણી ઈચ્છા પૂરી કરી શકીએ છીએ. મનની વાત મનમાં દબાવી રાખવી એના કરતાં એને બંધ રૂમમાં તો બંધરૂમમાં પણ બહાર કાઢી નાંખવી જોઈએ. તેવો મેસેજ આપવામાં આવ્યો હતો.

Comedy Drama

પ્રેમાનંદ હોલ ખાતે કલાકારો દ્વારા એપ્રિલફુલ નાટક ભજવાયું હતું.

પ્રેમાનંદ હોલમાં અઢળક નાટકો ભજવાતાં હતાં
શહેરના સૌથી જુના હોલ પ્રેમાનંદ હોલ ખાતે ગીત થિયેટર દ્વારા નાટક ‘એપ્રિલફુલ’ ભજવાયું હતું. વર્ષો પહેલાં પ્રેમાનંદ હોલ ખાતે નાટકના પ્રયોગો થતા હતાં. પરંતુ કાળક્રમ બંધ થઇ ગયાં છે.આ હોલને નાટકની ભજવણી માટ ે જોે બેઝિક જરૂરિયાતો જેવી કે પાણી, એ.સી, પુરી પાડવામાં આવે તો ઘણા બધા વડોદરાના કલાકારોને પોસાય તેવા ખર્ચમાં યોગ્ય ઓડિટોરિયમ મળી શકે તેમ છે.  રોહિત પ્રજાપતિ, દિગ્દર્શક

અન્ય સમાચારો પણ છે...