• Gujarati News
  • National
  • કોયલીના પૂર્વ ડે.સરપંચને જેલમાં મોકલી અપાયો

કોયલીના પૂર્વ ડે.સરપંચને જેલમાં મોકલી અપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓ સાથે કામલીલા આચરનાર અનગઢના ડો.પ્રતીક જોષીનું અપહરણ કરી તેની પાસેથી રૂા.5 લાખની રકમ પડાવવાના બનાવમાં સંડોવાયેલા કોયલીના પૂર્વ ડે.સરપંચને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતાં જ્યુ.મેજિ.એ આરોપીના રિમાન્ડ નામંજૂર કરી તેને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.અનગઢના ડો. પ્રતીક જોષીની કામલીલા જાહેર થયા બાદ આ કેસમાં ઇબ્રાહીમ રાણાની અગાઉ આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ તેણે અદાલતમાં સરન્ડર કરતાં પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરી તેને જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...