• Gujarati News
  • National
  • રૂા. 8.50 લાખની સેલ્ફ ડ્રાઈવ કાર ભાડે લઇ ગઠિયો ફરાર

રૂા. 8.50 લાખની સેલ્ફ ડ્રાઈવ કાર ભાડે લઇ ગઠિયો ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુજમહુડાની ઝુમકાર ઇન્ડિયા પ્રા.લિ.માંથી સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે લઇને ગયેલો રાજસ્થાનનો શખ્સ બે મહિના થવા આવ્યા છતાં પરત ફર્યો નથી. કારની જીપીએસ સિસ્ટમ રાજસ્થાનમાં બંધ થઇ જતાં કંપનીના કર્મચારીએ રૂા. 8.50 લાખની કિંમતની બ્રિઝા કારની છેતરપિંડીની જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આણંદના પરીખ ભવન પાછળના જયઅંબે નગરમાં રહેતા મુકુલઆનંદ મહેન્દ્રસિંહ ચૌહાણ મુજમહુડાની ઝુમકાર ઇન્ડિયા પ્રા.લિ. કંપનીમાં નોકરી કરે છે. કંપની સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે આપે છે. તેઓ ગ્રાહકનાં લાઇસન્સ અને આધારકાર્ડની કોપી લેતા હોય છે. રાજસ્થાન બાડમેરના ગુરુઓકા તાલાનો ખેતારામ લાલરામ પ્રજાપતિ ગત 8 જૂને સેલ્ફ ડ્રાઇવ બ્રિઝા કાર ભાડે લેવા આવ્યો હતો. તેણે 24 કલાક માટે કાર ભાડે લીધી હતી. આ માટે તેણે આધાર કાર્ડ અને લાઇસન્સની કોપી કંપનીને આપી હતી.કાર ભાડે લઇને ગયા બાદ ખેતારામ પરત ફર્યો ન હતો. કંપનીએ કારમાં જીપીએસ સિસ્ટમ લગાવેલી હતી. જોકે, આ કાર રાજસ્થાન પહોંચી જીપીએસ સિસ્ટમ બંધ થઇ ગઇ હતી. કાર ભાડે લઇ ગયાને 2 મહિના થવા આવ્યા તેમ છતાં ખેતારામ પરત નહિ આવતાં કંપનીના કર્મચારીએ જેપી રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...