તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગરબા માટે જગવિખ્યાત વડોદરાની જૂની પેઢી પાસ, નવી પેઢી નાપાસ

ગરબા માટે જગવિખ્યાત વડોદરાની જૂની પેઢી પાસ, નવી પેઢી નાપાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલામહાકુંભની મધ્યગુજરાત પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ગરબા અને ભરતનાટ્યમની સ્પર્ધામાં પર્ફોર્મન્સ આપી રહેલ પ્રતિસ્પર્ધીઓ.

સિટી રિપોર્ટર | વડોદરા

શહેરની આઇડિયલ સ્કૂલ ખાતે રવિવારે કલામહાકુંભની મધ્યગુજરાત પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં વડોદરા ખાતે ગરબા અને ભરતનાટ્યમની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ, ખેડા, મહિસાગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, પંચમહાલ, આણંદ, વડોદરા શહેર અને ગ્રામ્ય મળીને કુલ 10 જિલ્લાઓએ ભાગ લીધો હતો. જેમાં 15-20 વયની કેટેગરીમાં મધ્ય ગુજરાત ઝોનમાં બોટાદ જિલ્લો વિજેતા રહ્યો હતો. પ્રથમ ત્રણ ક્રમાંકમાં પણ કલ્ચરલ સિટી વડોદરાને સ્થાન મ‌ળ્યું ન હતું. જ્યારે 21-59 વર્ષની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક પર ખેડા જિલ્લાની ટીમ અને દ્વિતીય ક્રમાંકે બરોડા હાઇસ્કૂલ ઓએનજીસીની ટીમ આવી હતી. સ્પર્ધામાં પ્રથમ બે ક્રમાંક પ્રાપ્ત કરનાર ગ્રૂપ આ‌વનારા દિવસોમાં રાજ્યકક્ષાએ ભાગ લેનાર છે ત્યારે આ ટીમ રાજ્ય કક્ષાએ પહોંચી છે. ગરબાના નિર્ણાયક પારૂલ પટેલે જણાવ્યું હતુ કે સ્પર્ધકોમાં ઉત્સાહની કમી દેખાતી હતી. કલા મહાકુંભની પ્રદેશ કક્ષાની ભરતનાટ્યમની સ્પર્ધાનું પણ આયોજન વડોદરામાં કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 18 સ્પર્ધકોએ વિવિધ વયજૂથની કેટેગરીમાં ભાગ લીધો હતો. ભરતનાટ્યમની સમાં 6થી 14 વર્ષની વયજૂથમાં વડોદરા શહેર જ્યારે 15-20 વર્ષની વયજૂથમાં દાહોદ વિજેતા રહ્યું હતું.

Kala Mahakumbh

કલા મહાકુંભની પ્રદેશ કક્ષામાં વિજય થઇ વિજેતાઓ રાજ્ય કક્ષાની ફાઇનલમાં પ્રવેશ્યાં
અન્ય સમાચારો પણ છે...