• Gujarati News
  • National
  • સમાની MGM સ્કૂલ પાસે પૈસા માંગવાના મુદ્દે યુવાનને માર માર્યો

સમાની MGM સ્કૂલ પાસે પૈસા માંગવાના મુદ્દે યુવાનને માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરના સમા વિસ્તારમાં એમજીએમ સ્કુલ પાસે એક શખ્સે પૈસા માંગવાના મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને માર મારી માથામાં પથ્થર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ન્યુ સમા રોડ પર હિરાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રસિંહ સત્યેન્દ્રસિંહ રાજપુતે ભીમાસીંગ રાજપુત (રહે, ડિફેન્સ કોલોની, સમા) સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે શનિવારે સાંજે એમજીએમ સ્કુલ પાસે ભીમાએ તેને ઉભો રાખી તું કેવા પૈસા માંગે છે તેમ જણાવી ઝઘડો કર્યો હતો અને ગડદાપાટુનો માર મારી માથામાં છુટો પથ્થર માર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...