તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara સેન્સરશીપના નિયમ હોવો જોઇએ પણ ફિલ્મો અને લોકો માટે જુદાં

સેન્સરશીપના નિયમ હોવો જોઇએ પણ ફિલ્મો અને લોકો માટે જુદાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લો ખાતે એક્સ્ટ્રા મ્યુરલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેક્ચરનો વિષય સેન્સરશિપ ઇન મિડીયા રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ઉપક્રમે ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના ડીન ડૉ.નીતી ચોપરા સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તે ઉપરાંત ટીચીંગ સ્ટાફ, લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ, અને પોલીટીકલ સાયન્સના વિદ્યાર્થીઓ આ લેકચરમાં હાજર રહ્યા હતા. ફિલ્મમાં સેન્સરશિપ એ મહત્વનો મુદ્દો રહ્યો છે. મીડિયા લોકમાનસ પર ઊંડી છાપ પાડે છે. સમાજ, મીડિયા અને લોકોના ત્રિકોણના કારણે મીડિયાની ઊંડી અસર થતી હોય છે.

આ ઉપરાંત તેમણે ફિલ્મો પર સેન્સરશિપ વિશે પણ વાત કરી હતી તેમાં પદમાવત, ઉડતા પંજાબ અને લીપસ્ટીક ફિલ્મના ઉદાહરણ આપ્યા હતા.

સેન્સરશિપ ઇન મિડીયા વિશે વાત કરતા ડૉ.નીતી ચોપરાએ જણાવ્યુ હતું કે, સેન્સરશિપના ઇસ્યુ વિશે લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ખબર હોવી જોઇએ. તે ઉપરાંત પબ્લિકને પણ ખબર હોવી જોઇએ. સેન્સરશિપ મિડીયા હોવું જોઇએ પણ પબ્લિક અને ફિલ્મને અલગ અલગ રાખવા જોઇએ તેમજ મેનેજમેન્ટ કરવું જરૂરી છે.

વેબમાં સેન્સરશિપ છે કે નહિ તે વિશે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ સોસાયટીમાં એવો કાયદો નથી પણ એ લોકોએ એવા કન્ટેન્ડ બ્લોક કરવા જોઇએ. ફંક એન્ડ વેગનલ્સની ડેફિનેશન પ્રમાણે જે પણ આઇડિયા અને ઇન્ફોર્મેશન સોસાયટીમાં જુદા-જુદા મીડિયા દ્વારા ફરતું હોય છે તેવા સેન્ટેન્સ કે કોઇ ચિત્રમાં જરૂરી લાગે તો ફેરબદલ અથવા કટ કરવામાં આવે છે તેને સેન્સરશિપ કહેવાય છે. તે ઉપરાંત લો ફેકલ્ટી અને પોલીટીકલ સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને સેન્સરશિપ વિશે વિવિધ સ્લાઇડ્સ દ્વારા સેન્સરશિપની જાણકારી આપી હતી.

Media Censorship

સેન્સરશિપ ઇન મીડિયા વિષય પર લો ફેકલેટીમાં ફેકલ્ટી ઓફ જર્નાલિઝમના ડીન પ્રો.નીતિ ચોપરાની ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું
જે કન્ટેન્ટ પબ્લિક ડોમેઇનમાં મૂકવા યોગ્ય નથી તેના માટે સેન્સર છે
જે કન્ટેન્ટને પબ્લિક ડોમેનમાં મુકવું યોગ્ય નથી એવા કન્ટેન્ટ માટે સેન્સરશિપ છે. જેમકે, હિંસા, ભાષાનો અયોગ્ય કે અણછાજતો ઉપયોગ કોઇ વ્યક્તિ કે સમુહની લાગણી દુભાય એવું કન્ટેન્ટ, કોઇની ધાર્મિક લાગણી દુભાય એવું કન્ટેન્ટ, રાષ્ટ્રની સુરક્ષા અને ભાવના જોખમાય કે દુભાય એવી સામગ્રી, સેક્સ, નગ્નતા દર્શાવતી સામગ્રીની વાત કરવામાં આવી છે.

સેન્સરશિપના પ્રકાર

પોલીટીકલ સોશિયલ

મોરલ મીલીટરી કોર્પોરેટ

ઇન્ડિપેન્ડન્ટ, ઇન્ડીવિઝ્યુઅલ

સંચાલન સમિતિ અથવા રેગ્યુલેટરી બોડી દ્વારા સરકારના નિયમ પ્રમાણે

મિલીટરી અથવા સિક્યુરિટીના સત્તાધીશો દ્વારા

ટેક્નોલોજી જાયન્ટ્સ દ્વારા વાલી અને મેન્ટોર્સ દ્વારા

નેચર ઓફ સેન્સરશિપ

માસ મીડિયા અેન્ડ કી કેરેક્ટરિસ્ટિક

પ્રીન્ટ ઓડીયો-રેડીયો સિનેમા

ઓડીયોવિઝ્યુઅલ- ટેલીવિઝન

ફોક એન્ડ થિયેટર ન્યુ મિડીયા

અન્ય સમાચારો પણ છે...