તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાર્કિંગ માટે ઊઠાં ભણાવતા 24 ટ્યૂશન ક્લાસીસને અંગૂઠા પકડાવતી પાલિકા

પાર્કિંગ માટે ઊઠાં ભણાવતા 24 ટ્યૂશન ક્લાસીસને અંગૂઠા પકડાવતી પાલિકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમ્પ્લેકસના પાર્કિગ ખુલ્લા કરાવવાની ચાલી રહેલી કવાયતમાં પાલિકા શૈક્ષણિક સંસ્થાના પાર્કિગ માટે ગંભીર બન્યું છે અને કારેલીબાગની એક સ્કૂલ અને 24 ટયુશન કલાસને તેના માટે નોટિસ ઇસ્યુ કરી છે. અા સિવાય 11 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અને 8 પાર્ટીપ્લોટને પણ પાર્કિંગ ખુલ્લુ કરવા માટે નોટીસ અપાઈ.

શહેરના જુદા જુુદા વિસ્તારોમાં પાર્કિગ માટે પાલિકાએ ડીમોલીશન ઓપરેશન કર્યા હતા. એટલું જ નહીં, આવા પાર્કિગ ખુલ્લા કરાવીને નોટિસો પણ ઇસ્યુ કર્યા છે. આ ઝુંબેશમાં જેપી રોડ,માંજલપુર,કારેલીબાગ,વાઘોડિયા રોડ,નિઝામપુરા વિસ્તારના ટયુશન કલાસીસને આવરી લીધા હતા અને કોમ્પ્લેકસમાં ચાલતા ટયુશન કલાસીસના પાર્કિગની વ્યવસ્થા શું છે તેની સ્પષ્ટતા માંગવામાં આવી છે.

ટયુશન કલાસીસના પાર્કિગ સામાન્ય રીતે રોડના કોર્નર પર થઇ રહ્યા છે અને તેના કારણે પાર્કિગની પેચીદી સમસ્યા ત્યાં સર્જાતી હોય છે. શહેરના તમામ વિસ્તારોમાં પાર્કિગની વ્યવસ્થાના અભાવે ટ્રાફિક જામ રોજેરોજ થઇ રહ્યો છે અને તેના કારણે વાહન અકસ્માતની ઘટનાઓ પણ ઘટતી હોય છે.આ સંજોગોમાં, પાલિકાએ આવા ટયુશન કલાસીસ તરફ ડોળો ફેરવ્યો હતો અને 24 ટયુુશન કલાસ અને એક સ્કૂૂલને પાર્કિગ વ્યવસ્થા મામલે શું કાર્યવાહી કરવામાં અાવી છે તેમજ યોગ્ય પાર્કિંગ નહી હોય તો કડક કાર્યવાહી માટે તૈયાર રહેવાની ચીમકી અાપી છે.પાલિકાએ પહેલી વખત ટયુુશન કલાસીસને પાર્કિગ માટે પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે અને તેના ભાગરૂપે નોટિસો જારી કરી છે અને આગામી દિવસોમાં નો પાર્કિગમાં કે અાડેધડ પાર્કિગ કરાયેલા વાહનોને ટોઇંગ કરવા સુધીની અને ટયુશન કલાસીસના સંચાલકોને પેનલ્ટી ફટકારવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા છે.

પાલિકા છેલ્લા 20 િદવસથી પાર્કિંગ ખુલ્લા કરાવા માટે જહેમત ઉઠાવી રહી છે અને નાણાંકીય દંડ વસુલ કરવાની નોટીસો પણ ઈસ્યુ કરાતાં દરરોજ સરેરાશ રૂા. 35 હજારથી 15 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારાઈ છે.

અા 24 ક્લાસને નોટિસ અપાઈ
અંબે પ્લે સ્કૂલ, વીઆઇપી રોડ,કારેલીબાગ

એનટી કલાસીસ, લકુુલેશ કોમ્પ્લેકસ,નિઝામપુરા

સિધ્ધી એજયુકેશન, નંદન કોમ્પ્લેકસ,વાઘોડિયા રોડ

માં કલાસીસ, વાઘોડિયા રોડ

દ્વારકેસ કલાસીસ, નારાયણધામ, એપાર્ટમેન્ટ, કલાદર્શન ચાર રસ્તા

સમર્થ કલાસીસ, અમિતનગર સર્કલ

લુલા કલાસીસ, વેલકમ શોપીંગ સેન્ટર,મલ્હાર પોઇન્ટ

દવે કલાસીસ, વેલમકમ શોપીંગ સેન્ટર,મલ્હાર પોઇન્ટ

અશ્વીન કલાસીસ, કલાપી એવન્યુ,મલ્હાર પોઇન્ટ

પૂરક કલાસીસ, નિઝામપુરા

નંદ કલાસીસ, લકુલેશ કોમ્પ્લે.,નિઝામપુરા

એકસ્પ્લોર એકેડમી, નિઝામપુરા

વ્યાસ કલાસીસ, લકુલેશ કોમ્પ્લેકસ,નિઝામપુરા

ત્રિવેદી કલાસીસ, મલ્હાર પોઇન્ટ

યશસ્વી કોમ્પ્લેક્સ, મલ્હાર પોઇન્ટ

પરિશ્રમ એકેડેમી, સહજાનંંદ એપાર્ટમેન્ટ,માંજલપુર

માં એકેડમી, સહજાનંદ એપાર્ટમેન્ટ,માંજલપુર

સરસ્વતી એકેડેમી, સહજાનંદ એપાર્ટમેન્ટ,માંજલપુર

ઉત્કર્ષ એકેડમી, સહજાનંદ એપાર્ટમેન્ટ,માંજલપુર

શ્રીજી સ્વપ્ન કલાસીસ, સરસ્વતી કોમ્પ્લેકસ,માંજલપુર

વિકાસ કલાસીસ, સરસ્વતી કોમ્પ્લેક્સ,માંજલપુર

આઇસીએસ કલાસીસ, સરસ્વતી કોમ્પ્લેક્સ,માંજલપુર

આઇડિયલ કસાસીસ, સરસ્વતી કોમ્પ્લેકસ,માંજલપુર

કેપી કલાસીસ, સિલ્વર રોક કોમ્પ્લેકસ,માંજલપુર

ફોર્ચ્યુન એન્જિ, સિલ્વર રોક કોમ્પ્લેકસ,માંજલપુર

પાર્કિંગ માટે અેક સ્કૂલ, 24 ટયુશન કલાસને નોટિસ
આ કોમ્પ્લે.ને પણ નોટિસ
રેસકોર્સ સર્કલથી નટુભાઇ સર્કલ

ટ્રાઇડેન્ટ કોમ્પ્લેકસ

અગ્રવાલ જનરલ સ્ટોર

પાયલોટ હાઉસ

રોયલ ઇલેક્ટ્રીકલ્સ

સ્વાસ્થ્ય હોસ્પિટલ

રાધિકા રેસ્ટોરેન્ટ

સ્ટર્લિંગ હોસ્પિટલ

શરણમ ફોર્ચ્યુન

કે પી ઇન્ફીનીટી

શાંતમ કોમ્પ્લેક્સ

રંગ વેસ્ટ શોરૂમ

સયાજીગંજ સુરજ પ્લાઝા રોડ

ધનવંતરી કોમ્પ્લેકસ

અદિતી હોટલ

હોટલ કલ્યાણ

મોનાલિસા એપાર્ટમેન્ટ

8 પાર્ટી પ્લોટને પણ નોટિસ
માંજલપુર

વિનાયક પાર્ટી પ્લોટ

હંસ પાર્ટી પ્લોટ

એલજી પાર્ટી પ્લોટ

પટેલ પાર્ટી પ્લોટ

ગણેશ પાર્ટી પ્લોટ

સમા સાવલી રોડ

ગંગોત્રી પાર્ટી પ્લોટ

શિવમ પાર્ટી પ્લોટ

લાડલી પાર્ટી પ્લોટ

અન્ય સમાચારો પણ છે...