તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટેકનોલોજીમાં પ્રચાર મદ્દે બે વિદ્યાર્થી જૂથો સામ સામે

ટેકનોલોજીમાં પ્રચાર મદ્દે બે વિદ્યાર્થી જૂથો સામ સામે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રચારના પડઘમ શાંત થવાને ખૂબ ઓછો સમય બાકી છે ત્યારે સોમવારે સવારે ટેક્નોલોજી ફેકલ્ટી ખાતે પ્રચારાર્થે પહોંચેલા એન.એસ.યુ.આઇ અને વી.વી.એસ જૂથના વિદ્યાર્થીઓ સામસામે આવી ગયા હતા.જો કે સ્થળ પર વિજિલન્સનો સ્ટાફ હાજર હોવાને કારણે કોઇ પણ અનિચ્છનિય ઘટના ટળી હતી.

ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં પ્રચાર માટે પહોંચેલા એન.એસ.યુ.આઇ જૂથના વિદ્યાર્થીઓને વીવીએસ- જયહોના જૂના વિદ્યાર્થીઓનો સામનો થયો હતો. બંને જૂથોના વિદ્યાર્થીઓએ એકબીજાનેા હુર્રિયો બોલાવ્યો હતો અને ત્યાર બાદ વાતાવરણ ડહોળાય તે પહેલાં સ્થળ પરના વિજિલન્સના સ્ટાફે દરમિયાનગીરી કરી હતી અને બંને જૂથોને એકબીજાથી દૂર કર્યાં હતાં. એન.એસ.યુ.આઇના અગ્રણીએ ટેક્નોલોજી ફેકલ્ટીના ડીન ચોક્કસ જૂથના વિદ્યાર્થીઓને છાવરી રહ્યા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.ં વિજિલન્સ અને પોલીસના સ્ટાફે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...