• Gujarati News
  • National
  • યોગ શિક્ષકો યોગ સારો કરે છે પરંતુ શીખવાડવામાં ભૂલ કરે છે

યોગ શિક્ષકો યોગ સારો કરે છે પરંતુ શીખવાડવામાં ભૂલ કરે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યોગ ઇન્સ્ટ્રક્ટરોને યોગ સારીરીતે કરતા આવડતું હોય છે પરંતુ તેઓ સારી રીતે યોગ શીખવાડી શકતા નથી. જે સારી રીતે યોગ શીખવાડી શકે, યોગ ક્લાસ લઇ શકે તે હેતુથી યોગ અને લાઇફસ્ટાઇલ કન્સલન્ટ નિમેશ શાહ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ અંતર્ગત યોગ ક્લાસ કેવી રીતે શરૂ કરવા અને યોગ કઇ રીતે શિખવાડવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તેઓએ જણાવ્યું હતું કે યોગ શીખવાડતા પહેલાં શિક્ષકે યોગ પ્રેક્ટિસ માટે પોતાની યોગ સિસ્ટમ પસંદ કરવી જોઇએ. યોગમાં સામેલ કોન્સેપ્ટ અને ટેક્નિકો શીખવી જોઇએ. ઉપરાંત ક્લાસ ગોઠવવાનુ શીખી યોગ સેશન લેતા શીખવું જોઇએ. ઉપરાંત અન્ય યોગ પ્રશિક્ષકોના ક્લાસમાંથી પણ યોગ કેવીરીતે શીખવવું તે શીખી શકાય છે.

યોગ શિક્ષકો દ્વારા થતી ભૂલોને કારણે ક્યારેક ખોટો યોગ અથવા યોગમાં વિકૃતિ આવી શકે છે, જે ન થાય તે માટે શિક્ષકોની ટ્રેનિંગ યોજવામાં આવી
યોગ કરાવતી વખતે લાંબા સૂચનો આપવા જોઇએ નહીં : ટૂંકી માહિતી વર્ગમાં અને સૂચન વર્ગ બાદ અપાય
જાતને ક્લાસ માટે તૈયાર કરવી | યોગ પ્રશિક્ષણ એ એનર્જેટિક છે. સેશન માટે પહેલેથી ધ્યાન કેન્દ્રિત કરવું.

યોગ શીખવાડનાર માટે જરૂરી બાબતો
વ્યક્તિ યોગ શીખવાડવા માટે સંપૂર્ણ ફીટ હોવો જોઇએ.

પેથોલોજીકલ કે અન્ય કોઇ બીમારી ન હોવી જોઇએ.

યોગ પ્રણાલીની પાયાની તરકીબો જેવી કે સુક્ષ્મ ક્રિયા, સૂર્ય નમસ્કાર, આસન અને પ્રાણાયામ આવડતા હોવા જોઇએ.

નિયમિતરૂપે યોગ કરતા હોવા જોઇએ.

નાના કે મોટા ગ્રૂપને ઓછામાં ઓછા બે વર્ષ યોગનુ શિક્ષણ આપેલું હોવું જોઇએ.

હિન્દી અને ગુજરાતી બંને ભાષાઓ આવડતી હોવી જોઇએ.

ક્લાસ અને રૂમ સેટિંગ | યોગ માટે મેટ, ખુરશીઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવા જોઇએ, જગ્યા હવા ઉજાસ વાળી હોવી જોઇએ.

સાધકની કાળજી | પેશન્ટનું કમ્ફર્ટ લેવલ અને સુરક્ષાની દરકાર કરવી. યોગની સાવચેતીઓ માટે પહેલેથી સાવધાન કરવા.

આ સાત સ્ટેપ વિશે યોગ શિક્ષકોએ ટ્રેનિંગ સેશનમાં ધ્યાન આપવું જોઇએ
 યોગ ડીવીડી કે ઓડિયો દ્વારા ઇન્ટિગ્રેટેડ યોગ શીખી શકાય, સુક્ષ્મ ક્રિયાઓ, આસન, પ્રાણાયામ અને યોગ નિદ્રા પરફેક્ટ શીખવી જરૂરી છે.

 ચાર આ‌વશ્યક પ્રેક્ટિસ સુચનો જરૂરી છે જેમાં સુક્ષ્મક્રિયા, આસનની બોડી મુવમેન્ટ, સ્ક્રીપ્ટ પણ યોગ શીખનાર વ્યક્તિને આપવી પડે, યોગની સાવચેતીઓ વિશે પણ માહિતી આપવી જોઇએ.

 જ્યારે યોગ પ્રશિક્ષક ક્લાસ લેવા તૈયાર હોય ત્યારે યોગ સેશન માટેની માહિતીઓ અને યોગ પ્રોગ્રામ માટે યોગ મેન્યુઅલનો સંદર્ભ લેવો જોઇએ.

 યોગ ક્લાસમાં સૌપ્રથમ તમામ સુક્ષ્મક્રિયાઓનું 25થી 30 મિનીટ ડેમોસ્ટ્રેશન આપવું જોઇએ.

 સુક્ષ્મક્રિયાઓ બાદ 15થી 20 મિનીટ આસન માટે ડેમોસ્ટ્રેશન માટે તૈયાર થવું જોઇએ.

 સુક્ષ્મક્રિયાઓ અને આસનો બાદ પ્રાણાયામ અને યોગ નિદ્રા માટે દેખરેખ હેઠળ ટ્રેનિંગ લેવી

 ત્યારબાદ પ્રશિક્ષક સમગ્ર યોગ પ્રોગ્રામના નિદર્શન કરવા માટે તૈયાર થાય છે.

ક્લાસ લેવા માટેની પદ્ધતિ | ક્લાયન્ટ સાથે આઇ કોન્ટેક સૌથી મહત્વનો છે અને જો જરૂરી હોય તો યોગ સમયે ક્લાયન્ટના તમામ પોસ્ચર્સ સરખા કરવા જોઇએ.

ક્લાસમાં થતી વાતચીત | ક્લાસ દરમિયાન લાંબા સુચનો આપવા નહિ. ક્લાસમાં ટુંકા અને માહિતી સાથેના સુચન ક્લાસ પછી આપી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...