તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara શહેરી કચરાનો યોગ્ય નિકાલનો રસ્તો શાળાના વિદ્યાર્થીઓએ બતાવ્યો

શહેરી કચરાનો યોગ્ય નિકાલનો રસ્તો શાળાના વિદ્યાર્થીઓએ બતાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત કવિ દુલા કાગ પ્રાથમિક શાળા બપોરના સંયુક્ત ઉપક્રમે 19માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2018નો પ્રારંભ કવિ દુલા કાગ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સંશાધન વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન અને પરિવહન અને પ્રત્યાયન જેવા વિષય પર 70 શાળાઓએ ગણિતના 8 અને વિજ્ઞાનના 62 વિષય પર પ્રોજેક્ટ બનાવ્યા હતા. 5 અને 6 ઓક્ટોમ્બર સુધી ચાલનાર આ પ્રદર્શનીના પ્રથમ દિવસે 40થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન નિહાળ્યું હતું.

ડમ્પિંગ ન કરો, કચરા પર પ્રોસેસ કરી વીજળી ઉત્પન્ન કરી શકાય
ઓછા ખર્ચાથી ફેક્ટરી અને ભઠ્ઠી બનાવો, કચરાનો નિકાલ કરો
ક્રિસ્ટલ સ્કૂલ વાઘોડિયાના વિદ્યાર્થી પટેલ હેત અને પરમાર જય દ્વારા કચરનો યોગ્ય નિકાલ કરી તેમાંથી વીજળી કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે વિષયને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. જે વિષે વાત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શહેરી કચરાનો નિકાલ કરવા માટે જે ડમ્પિંગ સાઈટ બનાવવા માટે જમીનનો ઉપયોગ કરવામાં આવે છે, તેનાથી અડધી જમીનમાં તે કચરાનો નિકાલ કરનાર ફેકલ્ટી અને ભઠ્ઠી બનાવી શકાય છે. જેના દ્વારા કચરાનો નિકાલ પણ થઇ જાય અને ભઠ્ઠીમાં બળી ગયેલ કચરાની ગરમીમાંથી વીજળી ઉત્પન્ન કરીને નજીકના વિસ્તારમાં વીજળી પહોંચાડી શકાય છે. જેનાથી જમીનનું પ્રદૂષણ ઘટાડી શકાશે અને રોગચાળો ફેલાવતા અટકાવી શકાશે.

કચરાનો નિકાલ રેડિયો ટ્રાન્સમીટરથી તરત જ થશે
કવિ દુલા કાગ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સીક્લીગર વૈભવી અને કુરિલ સુરજ દ્વારા સ્માર્ટ ગાર્બેજ મોનીટરીંગ સિસ્ટમની નિર્માણ કર્યું હતું. જે વિષે માહિતી આપતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શહેરમા આવેલ કચરા પેટી પર રેડીયો ટ્રાન્સમીટર લગાવ, જેનાથી કચરા પેટીમાં જયારે 80% કચરો ભરાઈ જાય ત્યારે ટ્રાન્સમીટર દ્વારા રેડિયો રીસીવર સેન્ટરમાં મેસેજ જાય અને તાત્કાલિક ધોરણે તે કચરા પેટી ખાલી કરાવી દેવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...