તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંજલપુરના બંધ ઘરમાંથી 1.36 લાખની મતાની ચોરી

માંજલપુરના બંધ ઘરમાંથી 1.36 લાખની મતાની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાન ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ. 1.36 લાખની મત્તાના સોના ચાંદીના દાગીના સહીત રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. માંજલપુર સ્થિત અલવાનાકા દિવ્યલોક સોસા.માં રહેતા બેદપ્રકાશ કપુરચંદ અગ્રવાલ માંજલપુર સ્થિત સ્ટેશનરીની દુકાન ધરાવે છે. બેદપ્રકાશભાઇ ગત 14મી ઓગસ્ટના રોજ પરિવાર સાથે રાજસ્થાન ફરવા માટે ગયા હતા. જ્યાં 16 ઓગસ્ટના રોજ પર ઘરે આવેલા પરિવારે ઘરના મુખ્ય દરવાજા પર મારેલુ તાળુ તુટેલી હાલતમાં જોતા ચોંકી ઉઠયાં હતા. જેથી તેમણે ઘરમાં પ્રવેશ કરતા તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તેમજ લોખંડની તીજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ જોવા મળી ન હતી. બનાવને પગલે માંજલપુર પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...