તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આજે વિશ્વ જળ દિવસ : પાણી વિશે ગ્રામ્ય કક્ષાએ જનજાગૃતિ અભિયાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વિશ્વ જળ દિવસ : પાણી વિશે ગ્રામ્ય કક્ષાએ જનજાગૃતિ અભિયાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વ જળ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના વાસ્મો,વડોદરા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત લોકોમાં પાણીનું મહત્ત્વ તેનો થતો વેડફાટ, સંરક્ષણ રિચાર્જિંગ અને ગુણવત્તા બાબતે જનજાગૃતિ ઊભી કરવા માટે તાજેતરમાં ગ્રામ્ય કક્ષાએ શાળાના બાળકો માટે પાણી જાગૃતિ ચિત્ર, વકતૃત્વ,નિબંધ તથા ગરબા સ્પર્ધાઓનું આયોજન કરીને વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.

વાસ્મો દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોમાં જનજાગૃતિ ઊભી કરવા ગ્રામજનોની ભાગીદારીથી ગ્રામ સફાઇ, પાણીના સોર્સ-ઘટકો આસપાસ સફાઇ, ગ્રામસભા, પાણી સમિતિની મીટિંગો થતા તાલીમોનું આયોજન કરાયું હતું. વિશ્વ જળ દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રામજનોમાં પાણી બાબતે જાગૃતિ ઊભી થાય અને આપણી કુદરતી સંપત્તિનો કરકસરભર્યો ઉપયોગ કરે અને ગામની પાણી યોજનાનું નિયમિત સંચાલન, મરામત-નિભાવણી કરે કે જેથી ગામના બધા ઘરોને નિયમિત અને પૂરતું પાણી મળી રહે અને આપણી આવનાર પેઢી પાણી બાબતે પોતાને સુરક્ષિત મહેસુસ કરી શકે.

ઉપરાંત વાસ્મો દ્વારા છાણી ખાતેના હોલમાં સમગ્ર વડોદરા જિલ્લાની 35 થી 40 જેટલા ગામોની પાણી સમિતિના 130 જેટલા અધ્યક્ષ-સરપંચ, સભ્યો, મહિલા પાણી સમિતિ તથા આગેવાનો માટે વિશ્વ જળ દિવસની ઉજવણઈના ભાગરૂપે પાણીનું મહત્વ, સંરક્ષણ રિચાર્જીંગ અને ગુણવત્તા વગેરે વિષયો પર તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ કાર્યશાળાનું આયોજન કરાયું હતું.

તા.22 માર્ચે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે

35 થી 40 ગામોને પાણીના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો