તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાલિકાની હાઉસિંગ સ્કીમો અને માણેજાની મેયરે મુલાકાત લીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાની હાઉસિંગ સ્કીમો અને માણેજાની મેયરે મુલાકાત લીધી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરામહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચલાવાતી હાઉસિંગ સ્કીમો તેમજ માણેજા વિસ્તારના રોડની મેયર ભરત ડાંગરે મંગળવારે મુલાકાત લઇ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

મેયર ભરત ડાંગર, ડેપ્યુટી મેયર યોગેશ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષા ડૉ.જીગીશાબહેન શેઠ, પક્ષના નેતા નિલેશ રાઠોડ, મ્યુ.કમિશનર ડૉ.વિનોદ રાવે અધિકારીઓની ટીમ સાથે મંગળવારે તાંદલજા ખાતે બાંધવામાં આવી રહેલી રાજીવ ગાંધી આવાસ યોજના અને ગોત્રી ખાતે ગાયત્રીનગર પાણીની ટાંકી સામે બનતી મુખ્યમંત્રી આવાસ યોજનાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મહાનગર પાલિકાના શાસકો અને અધિકારીઓએ મકાનોની કામગીરી કયા સ્ટેજ પર ચાલી રહી છે, કામગીરી ક્યારે પૂરી થશે, ક્વોલિટી સંદર્ભે શું તકેદારી રાખવામાં આવે છે તેની વિગતો મેળવી હતી. પદાધિકારીઓ અને મ્યુ.કમિશનરે સંબંધકર્તા અધિકારીને બાંધકામની ગુણવત્તા સંદર્ભે ધ્યાન આપવા અને મકાનોની કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. ઉપરાંત મકરપુરા રોડથી અલસ્ટ્રોમ-માણેજા ગામ થઇ રેલવે ફાટક સુધીનો મુખ્ય રસ્તો ખુલ્લો કરવાની માગણી અંગે મુલાકાત લઇ નિરીક્ષણ કરાયું હતું. ટીમે ફાટક પાસેથી રેલવેને સમાંતર વડસર તરફ જતા રસ્તાની મુલાકાત લીધી હતી. નોવીનોથી તરસાલી સુધીના રસ્તાની રોડ લાઇનની મુલાકાત લઇ જરૂરી ડિમાર્કેશન કરવાની સૂચના આપી.

મ્યુ.કમિશનરે બાંધકામની ગુણવત્તા ચકાસવા કહ્યું હતું

મેયરે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો