તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મોપેડ પર શાક લઇ જતા બે વેપારીઓને અકસ્માત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોપેડ પર શાક લઇ જતા બે વેપારીઓને અકસ્માત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તરસાલી બ્રિજ પાસે ટ્રેલર અથડાતાં બે યુવાનોનાં મોત

ટ્રેલરના ડ્રાયવર અને ક્લીનર સ્થળ પરથી ફરાર થયો

શહેરના મકરપુરા જશોદા કોલોનીમાં રહેતા રહેતા શ્યામકુમાર શ્રીરામ સરોજ (ઉ.વ.37) આજે સવારે પોતાના મિત્ર અને તેમના સાથે શાખનો છુટ્ટક વેપાર કરતા મકરપુરા ગામના જયેશકુમાર ઠાકોરભાઇ પઢીયાર (ઉ.વ.20) સાથે મોપેડ ઉપર સયાજીપાર્ક એપીએમસી માર્કેટ ખાતે શાક લેવા ગયા હતા.

જ્યાંથી અંદાજે 11:30 વાગે પરત ફરતી વખતે જામ્બુવા તરફ જતી વખતે તરસાલી બ્રીજ નીચે રોડની સાઇડ ઉપર ઉભેલા રાજસ્થાન પાસીંગના ટ્રેલરની પાછળથી જોરથી અથડાયા હતા.

અકસ્માતને પગલે બંન્નેયુવાનોનું ઘટના સ્થળે કરૂણ મોત થયુ હતુ. જ્યારે બનાવને પગલે કંટેનરના ડ્રાયવર અને ક્લીનર સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે મકરપુરા પોલીસે શ્યામ કુમારની પત્ની ગીતાબહેનની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શ્યામકુમાર સરોજનો ભાઇ ડ્રાયવર તરીકે કામ કરે છે. જે હાલ મુબઇ ગયો હોવાથી તેમજ તેનો પુત્ર દેશમાં ગયો હોવાથી તેનો મૃત દેહ એક દિવસ માટે કોલ્ડરૂમમાં મકવામાંઆવ્યો હતો.જ્યારે જયેશના માતા અને ભાઇ દ્વારા તેનો મૃતદેહ સ્વિકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો