તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મનસુખ અને ટેલરની જામીન અરજીની 23મીએ સુનાવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનસુખ અને ટેલરની જામીન અરજીની 23મીએ સુનાવણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાત મુદાના સોગંદનામાંમા એસીબી અધિકારી પી.આર.ગેહલોટે રજુઆત કરી હતી કે અશોક ટેલર અને ભરત સાવંત મનસુખ શાહના વચેટીયા તરીકે કામ કરે છે.વિદ્યાર્થીઓ પાસેથી કાયદેસરની ફી ઉપરાંત વધારાની લાંચ રુપની ફી અશોક ટેલર અને ભરત સાવંત લેતા હતા.જેના કારણે થયેલા કોેભાંડના લીધે શિક્ષણ જગતને બદનામ કરવાનું,શિક્ષણ જગતને અધોગતી તરફ લઈ જવાનું અને જાહેર જનતાની તંદુરસ્તીને ભયમાં મુકે તેવું કૃત્ય ત્રણેવ જણા કરી રહેલ છે.

અશોક ટેલરે તપાસમાં સહકાર આપેલ નથી,તેઓ એજન્ટ તરીકે કામ કરતા અને ગુનામાં મદદગારી કરતા હોવાનું તપાસમાં બહાર આવેલ છે.મનસુખ શાહ સાથેના મેળાપી પણામાં તબીબ શિક્ષણનું વેપારીકરણ કરી જાહેર જનતાની જીંદગી જોખમમાં મુકાય તેવી ગુનાહિત પ્રવૃતી કરેલી છે.તબીબી શિક્ષણમાં ગુણવતા સાથે સમાધાન કરી તબીબી શિક્ષણની ગુણવતાને નીચું જાય તેવી ગુનાહીત પ્રવૃતી આરોપીએ કરી છે.

ઉપરાંત સોગદનામાં એમ પણ જણાવાયું છે કે ગુનાની તપાસ શરુઆતના તબક્કે છે.અને ઘણા મુદાઓની તપાસ બાકી છે.આ આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાઓ સગેવગે કરી તપાસમાં ઉપલબ્ધ ના થાય તે પ્રમાણેનું કૃત્ય કરે તેમ છે.તેમજ આરોપી પરદેશ ભાગી જાય તેમ છે.

ઉકત રજૂઆત સોગંદનામા દ્વારા એસીબીએ કરી હતી.જેના આધારે હવે બંનેની જામીન અરજીની સુનાવણી 23મી માર્ચના રોજ રાખવામાં આવી છે.

એસીબીએ જામીન આપવા કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યંુ

અશોક ટેલર વચેટિયાનું કામ કરે છે, સહકાર આપતો નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો