તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ ખાતે CMના હસ્તે શ્રીમદ્ ભાગવતમનું વિમોચન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ ખાતે CMના હસ્તે શ્રીમદ્ ભાગવતમનું વિમોચન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટખાતે બાન લેબ, સેસા ગૃપના નટુભાઇ અને મૌલેશભાઇ ઉકાણી પરિવારના મનોરથ સ્વરૂપે આયોજિત શ્રીકૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવનું આયોજન થયું છે. વ્યાસપીઠ પરથી વડોદરા-વ્રજધામ મંદિરના યુવા વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમાર મહોદય દ્વારા કથાનું રસપાન કરાવાઇ રહ્યું છે. રાસલીલા પ્રસંગની કથામાં વૈષ્ણ‌વાચાર્યે શ્રદ્ધાળુઓને શ્રીકૃષ્ણ રસમાં તરબોળ કરતાં ભક્તિભાવપૂર્ણ માહોલ છવાયો હતો.

કથા દરમિયાન રવિવારે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ડાહ્યાભાઇ ઉકાણી દ્વારા સંકલનપૂર્વક લિખિત શ્રીમદ્ ભાગવતમ્ પુસ્તકનું વિમોચન કરાયું હતું. પ્રસંગે જમ્મુ-કાશ્મીરના સ્પીકર કરવિંદર ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

બુધવારે શ્રી દ્વારિકાધીશ પ્રભુના સુખાર્થે છપ્પનભોગ મનોરથ યોજાશે. પ્રસંગે પૂ.વ્રજરાજકુમારના સાંનિધ્યમાં કારેલીબાગ-વડોદરાથી અલૌકીક દ્વારિકાધીશ પ્રભુની મંગલ પધરામણી-રાજકોટ, દ્વારિકાનગરીમાં થશે. ઉપરાંત કથા મહોત્સવ સ્થળે ભવ્ય કળશ મહોત્સવ સંપન્ન થશે. ભારતીય સંસ્કૃતિમાં પ્રયાગ તીર્થનું વિશેષ મહત્વ છે. ભારતમાં શ્રી ગંગાજી,શ્રી યમુનાજી તથા શ્રી સરસ્વતીજી જ્યાં ત્રણેય પવિત્ર નદીઓનું સંગમ થાય છે, પવિત્ર તીર્થ સ્થાન પ્રયાગ તીર્થના નામથી પ્રસિદ્ધ છે. તીર્થના પવિત્ર જળને 1008 કળશમાં ભરીને પધરાવાશે.

રાજકોટ ખાતે વ્રજરાજકુમારની શ્રીકૃષ્ણ ચરીતામૃત કથામાં મુખ્યમંત્રી અને કર્ણાટકના રાજ્યપાલના હસ્તે શ્રીમદ ભાગવતમ્ નું વિમોચન કરાયું હતું.

બુધવાર છપ્પનભોગનો મનોરથ યોજાશે

શ્રીકૃષ્ણ રસમાં શ્રદ્ધાળુઓ તરબોળ થયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો