તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિશ્વ જળ દિન નિમિત્તે જનજાગૃતિ અભિયાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ જળ દિન નિમિત્તે જનજાગૃતિ અભિયાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દરવર્ષે તા.22 માર્ચની વિશ્વ જળ દિવસ તરીકે ઉજવણી થાય છે. તેમાં ભારત જેવા પાણીની સમસ્યાનો હંમેશા સામનો કરતા દેશ માટે વિશ્વ જળ દિવસ જળ જાગૃતિ માટે ખૂબ મહત્વની બની જાય છે. ભારત દેશમાં પાણીની પરિસ્થિતિ વિકટ છે, ત્યારે પાણીનું સંરક્ષણ અને રિચાર્જિંગ કરીને સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાશે.

વિશ્વ જળ દિવસની ઉજવણીના ભાગરૂપે વાસ્મો દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોમાં જનજાગૃતિ ઊભી કરવા ગ્રામજનોની ભાગીદારીથી ગ્રામ સફાઇ, પાણીના સોર્સ-ઘટકો આસપાસ સફાઇ, ગ્રામસભા, પાણી સમિતિની મીટિંગો થતા તાલીમોનું આયોજન કરાયું હતું.

ઉપરાંત વાસ્મો દ્વારા શહેરના છાણી ખાતેના હોલમાં સમગ્ર વડોદરા જિલ્લાની 35 થી 40 જેટલા ગામોની પાણી સમિતિના 130 જેટલા અધ્યક્ષ-સરપંચ, સભ્યો, મહિલા પાણી સમિતિ તથા આગેવાનો માટે વિશ્વ જળ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશ્વ જળ દિવસ નિમિત્તે પાણીનું મહત્વ, સંરક્ષણ રિચાર્જીંગ અને ગુણવત્તા વગેરે વિષયો પર તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ કાર્યશાળાનું આયોજન કરાયું હતું.

છાણીમાં જળ વિષય પર કાર્યશાળા યોજાઇ

40 ગામોને પાણીનું મહત્વ સમજાવાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો