તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હોટલ પ્લેનેટના બાંધકામ પરવાનગીનો પુન: વિવાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોટલ પ્લેનેટના બાંધકામ પરવાનગીનો પુન: વિવાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેતલપુરઓવરબ્રિજ પાસેની હોટલના બાંધકામની પરવાનગીના મુદ્દે વિવાદ સર્જાયો છે અને તેના માટે સ્થાનિક રહીશે પાલિકાનું ધ્યાન દોર્યું છે.

જેતલપુર બ્રિજ પાસે રહેતા સંતોષ અૈયરે મ્યુ.કમિશનર તેમજ બાંધકામ પરવાનગી વિભાગમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, માર્જીનની સ્પેશ તરીકે બતાવેલી જગા પર હોટલ પ્લેનેટના સંચાલકે બાંધકામ કર્યાનો તેમણે લેખિતમાં આક્ષેપ કરીને હોટલને અપાયેલી રજાચિઠ્ઠી તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરી હતી. 2012માં અપાયેલી રજા ચિઠ્ઠી સપ્ટેમ્બર 2016માં રદ કરાઈ હતી. રજાચિઠ્ઠી સામે ઐયરે વાંધો રજૂ કર્યો હતો અને વિવાદ થતાં સુપીરીયર ટેસ્ટની માપણી કરાઈ હતી. ઐયરે પોતાની માલિકીની જગામાં હોટલના સંચાલકે માર્જીન સ્પેશ બતાવી હોવાથી તેને કાયમી ધોરણે દુર કરવાની માંગ કરી હતી. જોકે, પાલિકા તરફથી રિવાઇઝડ પરવાનગી માટેની અરજી પર ફેરવિચારણા કરાતા વિવાદ પુન: પ્રકાશમાં આવ્યો છે. હોટલ પ્લેનેટના સંચાલક જૂનેદ થરાદરાએ બાંધકામ નિયમ મુજબ હોવાનું જ્યારે બાંધકામ પરવાનગી અધિકારીએ નક્કર ગેરરીતિ મળી નથી તેમ જણાવ્યું હતું.

પાલિકાએ રિવાઇઝડ પરવાનગી અરજી પર ફેરવિચારણા કરી

જેતલપુર બ્રિજ પાસેના રહીશે પાલિકાનું ધ્યાન દોર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો