તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખાસવાડી રોડ પરના દબાણોનો સરવે : અડચણરૂપ 3 કાર જપ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાસવાડી રોડ પરના દબાણોનો સરવે : અડચણરૂપ 3 કાર જપ્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અારાધનાટોકિઝથી ખાસવાડી સ્મશાનગૃહ જતાં માર્ગ પર ઉભા થયેલા ગેરેજ પાસે રોડલાઇનમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે મૂકાયેલી ત્રણ કારને પાલિકાએ જપ્ત કરી હતી.

પાલિકા દ્વારા સલાટવાડા પુલબારી નાકાથી કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધીના માર્ગને પહોળો કરવામાં આવનાર છે.જેથી પાલિકાની દબાણ શાખાએ સલાટવાડા પુલબારી નાકા પાસે આવેલી આરાધના ટોકિઝથી ખાસવાડી સ્મશાન થઇને નાગરવાડા તરફ જતા માર્ગની રોડલાઇનમાં નડતર દબાણોનો સરવે હાથ ધર્યો હતો અને વાહનોની અવરજવરમાં મુશ્કેલી ઉભી થાય તે રીતે મૂકાયેલી ત્રણ કારને જપ્ત કરતાં ગેરેજવા‌ળાઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી. એક તબક્કે, દબાણ ની ટીમની સાથે ગેરેજધારકોએ શાબ્દિક તડાફડી કરી હતી.

ખંડેરાવ માર્કેટથી આરવી દેસાઇ રોડ તરફ જતાં માર્ગ પર ફ્રુટ બજારને અડીને આવેલા ગેટ નજીકની મિલકતોની માપણી કરવાની કામગીરી પાલિકાએ મંગળવારે મોડી સાંજે શરૂ કરતાં આગામી દિવસોમાં ત્યાં પણ તોડફોડ શરૂ કરાય તેવી વકી છે.

માર્કેટની પાછળના ભાગે મિલકતોની માપણી શરૂ

પુલબારી નાકા સુધી રોડ પહોળો કરવા કવાયત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો