તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિદ્યાર્થીનો ટોણો : તું ચોરી કરીને સ્કલ્પચર બનાવે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીનો ટોણો : તું ચોરી કરીને સ્કલ્પચર બનાવે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમ.એસ.યુનિ.નાસ્કલ્પ્ચર વિભાગની વિદ્યાર્થિનીએ સહપાઠી સામે મેન્ટલ હેરેેસમેન્ટની ફરિયાદ કરી છે. જો કે સ્કલ્પ્ચર વિભાગે બંને પક્ષો સાથે બેઠક યોજીને બંને વિદ્યાર્થીઓએ એકબીજાની માફી માંગી મામલો રફેદફે કર્યો હતો.

ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના સ્કલ્પ્ચર વિભાગની વિદ્યાર્થિનીએ ચાર દિવસ પહેલાં સ્કલ્પ્ચર વિભાગના ટીચર શાંતા સરવૈયા સમક્ષ વિદ્યાર્થી કૃષ્ણમૂર્તિ વિરુદ્વ માનસિક ત્રાસ આપ્યો હોવાની લેખિત ફરિયાદ કરી હતી. વિદ્યાર્થિનીએ પોતાની ફરિયાદમાં ચાલુ વર્ગખંડમાં વિદ્યાર્થી કૃષ્ણમૂર્તિએ તેણીને ચોર કહી હતી. તે ચોરી કરીને સ્કલ્પ્ચર તૈયાર કરતી હોવાનો પોતાના પર આક્ષેપ કર્યો હતો. ઘટના બાદ ટીચરે ફેકલ્ટીના અન્ય ટીચરોને ભેગા કરીને તપાસ હાથ ધરી હતી. તપાસ હાથ ધરતાં વિદ્યાર્થિની સામે વિદ્યાર્થી કૃષ્ણમૂર્તિ પણ સામે ફરિયાદ કરી હતી. વિદ્યાર્થી કૃષ્ણમૂર્તિએ પોતાની લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ પણ મને ચોર કહ્યો છે, તેણે પર મારું અપમાન કર્યું હતું. બંનેએ એકબીજાને અપશબ્દો પણ કહ્યા હતા. આખરે શિક્ષકની સમજાવટ બાદ બંનેએ સમાધાન કરી લીધુ હતું.

બંને પક્ષે સમાધાન કરી લેતાં વિવાદ પૂરો

^સ્કલ્પ્ચર વિભાગના બે વિદ્યાર્થીઓએ સામસામે હેરેસમેન્ટની ફરિયાદ કરી હતી. બે વિદ્યાર્થીઓએ સામસામે ફરિયાદ બાદ સ્કલ્પ્ચરના ટીચર્સે બંને પક્ષો સાંભળ્યા બાદ સમાધાન માટે કહેતા બંને વિદ્યાર્થીએ સમાધાન કરી લીધું છે, મામલો પૂર્ણ થઇ ગયો છે. > પ્રો.સંજયજૈન,ડીન, ફાઇનઆર્ટ્સ.

મામલો ડીન સુધી પહોંચતાં માફી માગી

ફાઇન આટર્સની વિદ્યાર્થિનીની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો