• Gujarati News
  • National
  • પદમલાના ખેતરની ઓરડીમાંથી 10 લાખથી વધુનો દારૂ ઝડપાયો

પદમલાના ખેતરની ઓરડીમાંથી 10 લાખથી વધુનો દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પદમલા ગામની સીમમાં સાંકરદા-મિરસાપુરા રોડ પર જવાના રસ્તે આવેલા ખેતરમાં દારૂનો મોટો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચના ઇનચાર્જ પીઆઇ ડી.જે. ચુડાસમા સહિતના સ્ટાફે સોમવારે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસને ખેતરની ઓરડીમાંથી જુદી જુદી બ્રાન્ડની 9972 બોટલ મળી આવી હતી. પોલીસે રૂા. 10.03 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂનો જથ્થો જુબેર શફી મેમણ અને અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાઘવાણી દ્ધારા લવાયો હતો. દારૂનો અા જથ્થો ખેતરનો કબજો ધરાવનાર દલપત રાયસિંગ રાઠોડ તેમજ ભાદરવાનો વિપુલ ભાણિયાએ વેચવા માટે રાખ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ચારે શખ્સો વિરૂદ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી વાહનોની શોધખોળ હાથ ધરી છે.

શહેર નજીક સાંકરદા ગામની સીમમાંથી વિદેશી દારૂનો 10 લાખ રૂપિયાનો જથ્થો ડીસીબી પોલીસે કબજે કર્યો હતો.

શહેર-જિલ્લામાં દારૂના ધંધામાં અલ્પુ સિંધી ઉપરાંત ગેંગ સ્ટર મુકેશ હરજાણીની હત્યાના સૂત્રધાર વિજુ સિંધી અને સુનિલ ઉર્ફે અદો પણ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી અને હરિયાણામાંથી બંને દારૂનું નેટવર્ક ચલાવી રહ્યા છે. બંનેના દારૂનું પણ કટિંગ થતું હોવાની વિગતો મળી છે. સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ પણ બંનેની ગતિવિધી પર વોચ રાખી રહી છે.

PSI અને બીટ જમાદાર સસ્પેન્ડ થયા હતા

સ્ટેટમોનીટરિંગ સેલની ટીમે તાજેતરમાં વડોદરા તાલુકાના આમલીયારા સ્થિત મકાનની પાણીની ટાંકીમાંથી 18 લાખનો દારૂ તેમજ 6 વૈભવી કાર મળી 62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફરજમાં નિષ્કાળજી બદલ પીએસઆઇ દર્શન રાવ અને બીટ જમાદાર રાજુ મરાઠેને સસ્પેન્ડ કરી દેવાયા હતાં.

વિજુ સિંધી અને સુનિલ ઉર્ફે અદો પણ સક્રિય

ખેતરના કબજેદાર અને ભાદરવાના શખ્સ સામે ગુનો નોંધાયો

અલ્પુ સિંધી અને જુબેર મેમણન દારૂનું ગોડાઉન મળ્યું

અન્ય સમાચારો પણ છે...