ઇન્ફ્રા રિપોર્ટર | વડોદરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રા રિપોર્ટર | વડોદરા

વડોદરાખાતે સ્વીપ(સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીસીપેશન) ફોર કમિટીની જિલ્લા કલેક્ટર પી. ભારતીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, વડોદરા શહેર જિલ્લામાં 1 જુલાઈથી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ મતદારોના નામ મતદાર યાદીમાં નોંધાય તે માટે વ્યાપક જનજાગૃતિ ઊભી કરવામાં આવશે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 1 જુલાઈથી સમગ્ર માસ દરમિયાન તમામ વિધાનસભા મત વિભાગોની મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા હાથ ધરવાનું આયોજન કરાયું છે. મતદાર યાદી સુધારણાનો લોકો સરળતાથી લાભ લઈ શકે તે માટે તા.9, 16 તથા 23 જુલાઈના રોજ નજીકના મતદાન મથકોમાં બુથ લેવલ ઓફિસર્સ સવારે 10 થી સાંજે 6 સુધી જરૂરી ફોર્મ સાથે ઉપલબ્ધ રહેશે.મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા, નામમાં સુધારા કરવવા, નામ કમી કરવવાની કામગીરી કરવામાં આવશે. કલેક્ટર પી. ભારતીએ જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2017 સુધી 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ વ્યક્તિઓના નામ મતદાર યાદીમાં નોંધાશે. મતદાર યાદીમાં સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ વ્યાપક મતદાર જાગૃતિ આવે તે માટે અભિયાન હાથ ધરાશે.

તા.1 જુલાઈથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

નોંધણી માટે વ્યાપક જાગૃતિ ઊભી કરાશે

સ્વીપ ફોર કમિટીની બેઠક યોજાઇ

અન્ય સમાચારો પણ છે...