• Gujarati News
  • National
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે વરસાદની નોંધણી શરૂ કરી

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે વરસાદની નોંધણી શરૂ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં તા.26 જાન્યુઆરી 2001 ના ભૂકંપ બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી હતી. ઓથોરિટી દ્વારા રાજ્યમાં ભૂકંપ, પૂર-વાવાઝોડું, ભારે વરસાદ, સુનામી જેવી કુદરતી આફતોના સમયે આપત્તિ વ્યવસ્થાપન(ડિઝાસ્ટર મેનેજમેન્ટ)કરવામાં આવે છે.

ઉપરાંત ન્યૂક્લિયર એન્ડ રેડિયોલોજીકલ ડિઝાસ્ટર તેમજ કેમિકલ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડિઝાસ્ટરનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. સાથેસાથે રાજ્યના હવામાન અને ચોમાસાની સિઝનમાં વરસાદનું મોનીટરિંગ કરાય છે. માટે વેબસાઇટ પણ તૈયાર કરાઇ છે. જે જીએસડીએમએ ના ટૂંકા નામથી ઓળખાય છે. વેબસાઇટ પર ચોમાસા દરમિયાન રોજેરોજ નોંધાતા વરસાદની આંકડાકીય માહિતી મૂકવામાં આવે છે.

પરંતુ આશ્ચર્યની વાત છે કે, જીએસડીએમએ ની વેબસાઇટ 2017 નું ચોમાસું શરૂ થઇ ગયું હોવા છતાં હજુ સુધી અપડેટ કરાઇ નથી. રાજ્યભરમાં વરસાદની સિઝન શરૂ થઇ હોવા છતાં ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(જીએસડીએમએ) દ્વારા હજુ સુધી વર્ષ-2017 ના વરસાદની નોંધણીનું હેડ શરૂ કરવામાં આવ્યું નથી.

જીએસડીએમએ ની વેબસાઇટ પર આજની તારીખે હજુ 2015 અને 2016 માં થયેલા વરસાદની વિગતો ઉપલબ્ધ થઇ રહી છે. જ્યારે જીએસડીએમએ દ્વારા વર્ષ-2017 ના વરસાદનું હેડ શરૂ નહીં કરાતાં ડિઝાસ્ટર ઓથોરિટીનું ડિઝાસ્ટર સપાટી પર આવ્યું છે.

વેબસાઇટ પર વરસાદનું હેડ શરૂ કરાતા તર્ક વિતર્ક

ચોમાસું શરૂ થવા છતાં જવાબદાર વિભાગ હજુ ઊંઘે છે

અન્ય સમાચારો પણ છે...