તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પીડિતાને ન્યાય અપાવવા કેનેડા પણ જઇશું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીડિતાને ન્યાય અપાવવા કેનેડા પણ જઇશું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસ ફરિયાદ કરવા પણ અમે તૈયાર છીએ:ભોમનાથ

હરિપ્રસાદ સ્વામીને જય ભવાની સેનાનો ખુલ્લા શસ્ત્રો સાથે પડકાર

ભોમનાથે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં હું પણ હરિપ્રસાદ સ્વામી સાથે જોડાયેલો હતો. વિજય ખન્ના કેસમાં હું પણ આરોપી હતો. ખન્નાએ સીડી બનાવી હતી. તેનું મર્ડર થયું ત્યારે હરીપ્રસાદ સાડા આઠ મહિના વોન્ટેડ હતા. કેસમાં અમે નિર્દોષ હતા છતાં હરિપ્રસાદે પોલીસ અને બખિયા સાથે મિલીભગત કરી અમારું એન્કાઉન્ટર કરાવવા માટે પ્રયાસ કર્યા હતાં. કેવડિયા કોલોની, અંધેરી, ધંધુકા, રાજકોટ તેમજ જૂનાગઢમાં પણ અમારા એન્કાઉન્ટરની કોશિશ થઇ હતી. સાંકરદામાં સ્વામીનું ખૂન, સુરતના બિલ્ડરને પાવાગઢ પરથી ફેંકી હત્યા સહિતના કેસોની તલસ્પર્શી થાય તો તેનો રેલો સોખડા સુધી પહોંચે તેવો પણ આક્ષેપ કર્યો હતો. દુષ્કર્મ કરનાર સુજ્ઞય સ્વામીને હરિપ્રસાદે અમદાવાદમાં સંતાડીને રાખ્યો હોવાનું પણ કહ્યું હતું.

સોખડા સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા સુજ્ઞય સ્વામીએ ટોરન્ટોમાં યુવતી સાથે દુષ્કર્મ આચરતા માનસિક હતાશામાં આપઘાત કરી લે તેવી સ્થિતિમાં ગરકાવ થઇ ગઇ હતી. મંદિરમાં એલાર્મ સિસ્ટમ હોઇ દુષ્કર્મ બાદ યુવતી નીચે ઉતરે તો એલાર્મના અવાજથી બધાને ખબર પડી જાય જેથી સિસ્ટમ બંધ થયા બાદ પીડિત યુવતીને મંદિરની બહાર કાઢવામાં આવી હતી.

પીડિતાના મહિલા વકીલ સોનલ જોષીએ હરિપ્રસાદ સ્વામી, સુજ્ઞેયજીવનદાસ અને યોગી ડીવાઇન સોસાયટીના ટ્રસ્ટીઓ, મહંત અને ડાયરેક્ટરને પાઠવેલી નોટિસમાં જણાવ્યું હતું કે, સાધુઅે પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ બાદ તેને બળજબરીથી નવડાવી હતી. પીડિતાના પિતાએ સુજ્ઞેયના ચારિત્ર વિશે જાણકારી મેળવતા તેણે અન્ય સ્ત્રીઓ સાથે પણ પ્રકારનું વર્તન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેવો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.

એલાર્મ સિસ્ટમ બંધ થયા બાદ પીડિતાને મંદિર બહાર કઢાઈ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો