તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

િસટી હેરીટેજ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાવ વિશે ઇવનિંગ ટોક થઇ, મ્યુનિ. કમિશનરે કહ્યું, વાવ રિસ્ટોર કરી પબ્લિક પ્લેસ બનાવીશું

ઉપરના ફોટોગ્રાફમાં જે વાવ દેખાય છે તે 1485માં બંધાયેલી સેવાસીની વિદ્યાધર વાવ પબ્લિક એક્સેસ માટે સૌથી વધુ અવેલેબલ વાવ છે. નવલખી વાવ પેલેસની ઓથોરીટીમાં આવતી હોવાથી ત્યા સરળતાથી જઇ નથી શકાતુ. સેવાસી વાવમાં 5 ટાવર છે અને 5 કોલમ પર બંધાયેલી છે. વાવમાં ફ્લોરલ પેટર્ન, મંડપ, હાથી ઘોડાના શિલ્પો કોતરવામા આવ્યા છે.

સિટી રિપોર્ટર @cbvadodaraવડોદરાસિટી હેરીટેજ માટે જાણીતંુ છે હેરીટેજમાં વડોદરાની વાવને પણ જોડી શકાય છે. સિટીમાં અને પેરીફેરીમાં આવેલી કેટલીક વાવનું રિસ્ટોરેશન કરાય તો નવા પબ્લિક પ્લેસીસ મળી શકે છે. વડોદરાની વાવ પર આર્ટિસ્ટ કાકોલી સેને 2010થી રિસર્ચ કરી એક શોર્ટ ફિલ્મ બનાવી. બી.એમ.એની ઇવનિંગ ટોકમાં પ્રેઝેન્ટેશન આપ્યું હતું. જેમાં મ્યુનિ. કમિશનર વિનોદ રાવ હાજર રહ્યાં હતા. પ્રેઝેન્ટેશન નિહાળી તેમણે કહ્યું વાવને રિસ્ટોર કરી પબ્લિકે પ્લેસ બનાવીશું.

શહેરમાં આવેલી કોયલી વાવના પાણીથી ન્હાવાથી સ્કિન ડિસિઝ દૂર થતાં હોવાની વાયકા છે. વાયકા વિશે ટોકમાં આવેલા ડૉ.દાદુ નેનેએ જણાવ્યું હતું કે વાવના પાણીમાં સલ્ફરનું પ્રમાણ હોવાથી તેનાથી ન્હાવાના કારણે સ્કિન ડિસિઝન મટી જાય છે. વાવ સાથેની માન્યતા તેના સ્થાને છે પરંતુ તેનું વૈજ્ઞાનિક કારણ છે.

‘અમે આગામી 6થી 12 મહિનામાં શહેરની આસપાસની વોટરબોડીઝનંુુ રિસ્ટોરેશન કરીશંુ જેમાં પ્રેઝેન્ટેશન નિહાળ્યા બાદ વાવનો પણ ઉમેરો કરવો જોઇએ તેવા નિષ્કર્ષ પર આવ્યો છું. સોફ્ટ હેરીટેજ છે જે સ્માર્ટ સિટી અને હેરીટેજ સિટીના વિકાસ માટે અગત્યનું છે. શહેરની બહાર આવેલી વાવના રિસ્ટોરેશન માટે પણ પ્રયાસ કરીશ જે શક્ય થતું હશે તે કરી આપીશ.

કાકોલી સેને જણાવ્યું હતું કે શહેરની આસપાસની 19 વાવ પર હું ગઇ હતી. કેટલીક ભૂતકાળમાં લોકોએ પૂરી દીધી હતી તો કેટલીક વાવ આજે પણ સૂનમૂન પડી છે. 7 વર્ષમાં તાંદલજાની વાવ જોવા નથી મળતી. વાવને રિસ્ટોર કરવા જનજગૃતિ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો