તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 3 આસિ.કમિ. અને 5 વોર્ડ ઓફિસરની બદલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 આસિ.કમિ. અને 5 વોર્ડ ઓફિસરની બદલી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલિકાનાત્રણ આસિસ્ટંટ મ્યુ.કમિશનર અને વોર્ડ ઓફિસર કક્ષાના પાંચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અલકાપુરીથી વાસણા ભાયલી રોડ સુધીનો વિસ્તાર ધરાવતા પશ્ચિમ ઝોનના આસિસ્ટંટ મ્યુ.કમિશનર મયંક ત્રિવેદીની પૂર્વ ઝોનના આસિ.કમિશનર તરીકે, હરણી સંગમ ચાર રસ્તાથી બાપોદ સુધીનો વિસ્તાર ધરાવતા પૂર્વ ઝોનના આસિ.કમિશનર જિગ્નેશ ગોહિલની પશ્ચિમ ઝોનના આસિ.કમિશનર તરીકે, આંગણવાડીઓના હવાલો ધરાવતાં યામિની પંડ્યાને પૂર્વ ઝોનનાં આસિસ્ટંટ કમિશનર તરીકે કામગીરી સોંપાઈ છે. વહીવટી વોર્ડ નં.7ના વોર્ડ ઓફિસર જિતેન્દ્ર બ્રહ્મભટ્ટની વોર્ડ નં-9ના વોર્ડ ઓફિસર તરીકે, તો વોર્ડ નં-11ના વોર્ડ ઓફિસરની સાથે યુસીડીના પ્રોજેક્ટ ઓફિસરની બેવડી જવાબદારી સંભાળનાર કવિતા દેસાઇને યુસીડીની સાથે આઇસીડીએસમાં પ્રોજેક્ટ ઓફિસરની જવાબદારી અપાઈ છે. જ્યારે, વહીવટી-તાલીમ અધિકારી દેવાંગ ભટ્ટની વોર્ડ નં-11ના વોર્ડ ઓફિસર તરીકે, આકારણી વિભાગના રેવન્યુ ઓફિસર પ્રવીણ ઠક્કરની વોર્ડ નં 7ના વોર્ડ ઓફિસર તરીકે તથા સામાન્ય વિભાગના પર્સોનલ ઓફિસર મહિપાલ ઝાલાને વહીવટી-તાલીમ અધિકારીની પણ જવાબદારી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો