તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મનસુખે મિલકતોના બોગસ દસ્તાવેજો બનાવ્યાની શંકા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનસુખે મિલકતોના બોગસ દસ્તાવેજો બનાવ્યાની શંકા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રૂા.20 લાખની લાંચના કેસમાં પકડાયેલા સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહે તેની મિલકતોના બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાની શંકા પણ સેવાઇ રહી છે. કેટલાક લોકોએ પ્રકારના બોગસ દસ્તાવેજોની નકલો એસીબીને આપી જતાં તલસ્પર્શી તપાસ શરૂ કરી હોવાની વિગતો મળી છે. બીજી તરફ એસીબીએ શુક્રવારે પણ એકાઉન્ટ વિભાગના વધુ 3 કર્મચારીઓનાં વીડિયોગ્રાફી નિવેદનો લીધાં હતાં.

એસીબીએ મનસુખ શાહ અને તેના બે સાગરીતોની રૂા. 20 લાખની લાંચના કેસમાં ધરપકડ કરી જેલહવાલે કરી દીધા છે. ચકચારી કેસમાં અેસીબી રોજે રોજ સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકો, કર્મચારીઓ સહિતનાં નિવેદનો લઇ રહી છે. શુક્રવારે એકાઉન્ટ વિભાગના વધુ 3 કર્મચારીનાં વીડિયોગ્રાફી નિવેદન લેવાયાં હતાં.

બીજી બાજુ એસીબીએ તેના ઘર અને ઓફિસમાંથી સર્ચ દરમિયાન મળેલા મિલકતોના દસ્તાવેજોની ખરાઇ શરૂ કરી છે. વળી, કેટલાક લોકોએ મનસુખે કરેલા બોગસ દસ્તાવેજોની નકલો પણ એસીબીને સુપરત કર્યાંનું જણાયું છે.

એકાઉન્ટ વિભાગના 3 કર્મચારીના નિવેદન લેવાયાં

ACBને કેટલાક દસ્તાવેજોની નકલ મળતાં ચકાસણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો