તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લિફ્ટ લેનાર ગઠિયો બાઇક લઇ છૂમંતર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિફ્ટ લેનાર ગઠિયો બાઇક લઇ છૂમંતર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધંધુકાસ્થિત સાલાસર ગામનો અને હાલ ગોત્રી ગાયત્રીનગરમાં રહેતો પ્રકાશ ભૂરા ખાવરિયા મુંબઇની કંપનીમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરે છે. ગુરુવારે બપોરે તે બાઇક લઇને ગોત્રી પાણીની ટાંકી પાસે જ્યુસ પીવા માટે નીકળ્યો હતો. ગાયત્રી સ્કૂલ પાસે આકાશ તરીકે ઓળખ આપનાર યુવકે પોતે બાઇક ચલાવી લેશે તેમ જણાવતાં પ્રકાશ પાછળ બેસી ગયો હતો. ઇલોરાપાર્ક ત્રણ રસ્તા પાસે અર્જન્ટ કોલ કરવો છે તમે મોબાઇલ આપશો તેમ કહી મોબાઇલની માગણી કરી હતી. પ્રકાશે તેના મોબાઇલમાં પણ 60 પૈસા બેલેન્સ હોવાથી મિસ્ડ કોલ થશે તેમ કહ્યું હતું. તેણે મિસ્ડ કોલ કરવાના બહાને મોબાઇલ લીધા બાદ તેને રૂા.10 આપી લારી પરથી સિગારેટ લઇ આવવા કહ્યું હતું.

પ્રકાશ સિગારેટ લેવા જઇ પાછું વળીને જોતાં ગઠિયો બાઇક અને મોબાઇલ લઇને ભાગી છૂટ્યો હતો. ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ભેજાબાજની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો