તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યાજે આપેલાં નાણાં ડૂબી જતાં વૃદ્ધે આપઘાત કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજે આપેલાં નાણાં ડૂબી જતાં વૃદ્ધે આપઘાત કર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોત્રી રાજેશ ટાવર પાસે આવેલા ગણેશ પાર્કમાં રહેતા જગદીશ ગૌર પેટ્રોકેમિકલ કંપનીમાંથી છૂટા થયા બાદ હાથ ઉછીના પૈસા લઇ લોકોને વ્યાજે પૈસા આપવાનું કામ કરતા હતા. જે પૈસા ડૂબી જતાં ગઇકાલે તેમનાં પત્ની રેલવેમાં તેમની ફરજ પર અને પુત્ર નોકરી પર ગયો હતો ત્યારે બપોરે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો.

બપોરે 4:30 વાગે ઘરે પરત આવેલા પુત્રે પિતાને જાળીમાંથી લટકતા જોઇ તુરંત માતાને જાણ કરી હતી. બનાવ અંગે ગોરવા પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જ્યારે રૂમમાં પડેલા કાગળો અને અને અંતિમ ચિઠ્ઠી કબજે કરી હતી.

અંતિમ ચિઠ્ઠી મળી , લાખોના વ્યવહાર મળી આવ્યા

લોકો પાસેથી નાણાં લઇ અન્યને ધીરાણ કરતા હતા

કોઇ નાણાં માંગે તો કાનૂની સલાહ લેવા સૂચન

જગદીશ ગૌરે લખેલી અંતિમ ચિઠ્ઠી બેડરૂમમાં બેડની ચાદર નીચે દબાવેલી મળી હતી. ખાખી કવરમાં હિન્દીમાં ગુજરાતી અર્થ થાય તેવી રીતે પત્ની નિશા અને પુત્ર શન્નીને ઉદ્દેશીને લખ્યું હતું કે , મેં તમારી જાણ બહાર લાખો રૂપિયા લોકોને આપ્યા હતા. જે માર્કેટમાં ડૂબી ગયા છે. મેં કરેલું હું મારી જાતે એકલો ભોગવી લઉ છું. તમારી પાસે કોઇ પૈસા માંગે તો આપતાં નહીં. કાનૂનની મદદ લેજો.

કોલ ડિટેઇલના આધારે તપાસ થશે

^અમે ઘટના સ્થળ પરથી કેટલાક કાગળો પણ કબજે કર્યા છે. જેમાં ટૂંકાં નામો લખેલાં છે. લાખો રૂપિયાનો મામલો છે. નામની સામે નાણાં લખેલાં છે. અમે મૃતકની કોલ ડિટેઇલ કઢાવી છે. જેના આધારે આગળ તપાસ હાથ ધરીશું. > જી.જે.ગામીત,પોસઇ,ગોરવા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો