તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નકલી પાર્ટસ વેચતા વેપારીને ત્યાં દરોડા : 14.32 લાખનો માલ જપ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી પાર્ટસ વેચતા વેપારીને ત્યાં દરોડા : 14.32 લાખનો માલ જપ્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજમહેલરોડ પર મરીમાતાના ખાંચામાં આવેલી દુકાનોમાં એપલ અને બીટ્સ કંપનીના વેચાતા ડુપ્લિકેટ સ્પેરપાર્ટ્સની ફરિયાદ થતાં સીઆઇડીએ આજે દરોડા કરતાં મરીમાતાના ખાંચામાં ભારે દોડધામ મચી ગઈ હતી. કોપીરાઇટ અને ટ્રેડ માર્કના ભંગ બદલ વેપારીઓ સામે ગુનો દાખલ કરી રૂ.14.32લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. સંબંધમાં જણાની ધરપકડ સીઆઇડીએ કરી હતી.

પ્રોટેકટ આઇડી કંપનીના અજિતસિંહ યાદવને જાણ થઈ હતી કે વડોદરા શહેરમાં પણ કેટલીક દુકાનોમાં એપલ અને બીટ્સ કંપનીના સ્પેરપાર્ટ્સ વેચાય છે તેવી જાણ થતાં તેમણે સીઆઇડીને ફરિયાદ કરી હતી.એડિશનલ ડી જી આશિષ ભાટિયાની સીધી સૂચના મુજબ સીઆઇડીના પોઇ. દીપક મિશ્રા અને તેમની ટીમે મરીમાતાના ખાંચામાં આવેલ દુકાનોમાં દરોડા કર્યા હતા.જેના પગલે મરીમાતાના ખાંચામાં હલચલ મચી ગઈ હતી. અજિતસિંહ યાદવની ફરિયાદના આધારે સીઆઇડીએ વેપારીઓ સામે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક એકટના ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો. જણાની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ.14.32લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ અધિકારી દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે વેપારીએા કેટલા સમયથી અને કેવી રીતે માલ લાવતા હતા તે દિશામાં તપાસ હાથ ધરાશે. વેપારીઓમાં દલારામ ચૌધરી,ચેતનભાઈ,હસન સલાટ, કાલુરામ ચૌધરી,કૃપારાવ અને વિજય રાજપુરોહિતનો સમાવેશ થાય છે.

ડમી ગ્રાહક મોકલી નકલી માલની ખરાઈ કરાઈ હતી

કિંમત કરતાં ખૂબ ઓછા ભાવે માલ વેચતા હતા

સૂત્રોએ જણાવ્યું હતું કે જાણીતી કંપનીના જે માલની કિંમત બાર હજાર હોયતો તેની ડુપ્લિકેટ ચીજ માત્ર રૂ. બે હજારમાં મળતી હતી. હાલ જે સીઆઇડીએ જે માલ પકડ્યો છે તે અસલ સ્પેરપાર્ટ્સની કિંમત રૂ.60 લાખ જેટલી થાય છે.

ડુપ્લિકેટ મુદ્દામાલ લાવી વેપલો કરતા વેપારીઓ મુંબઈથી માલ લાવતા હતા.તપાસ પહેલાં એક ડમી ગ્રાહકને મોકલી ખરાઈ કરવાંમાં આવી હતી કે દુકાનદારો ડુપ્લિકેટ માલ વેચે છે.ગત 11મી માર્ચના રોજ અમદાવાદમાં સીઆઇડીએ રેડ કરી રૂ.44,76000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

મરીમાતાના ખાંચામાં કોપીરાઈટના ભંગ બદલ દરોડા

જાણીતી કંપનીના ડુુપ્લિકેટ સ્પેરપાર્ટ્સ વેચતા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો