તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્કલ્પ્ચર ચોરીનો રિપોર્ટ અને છેડતી પ્રકરણ પર ચર્ચા કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કલ્પ્ચર ચોરીનો રિપોર્ટ અને છેડતી પ્રકરણ પર ચર્ચા કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનીફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં સ્કલ્પ્ચર ચોરી પ્રકરણમાં સંડોવાયેલા પ્રો. અકીલ સામેના રિપોર્ટ સંદર્ભે ચર્ચા કરીને આગળની કાર્યવાહી નક્કી કરાશે. એજ રીતે સિન્ડીકેટની બેઠકમાં આર્ટ્સ ફેકલ્ટીમાં ટેમ્પરરી ટીચીંગ આસીસ્ટંટ અને રિસર્ચ સ્કોલર વિદ્યાર્થિની છેડતીનો મુદ્દો પણ ચર્ચાશે અને તેમની સુરક્ષા બાબતે વધુ સઘન પગલાં લેવાશે.

યુનિ.ના વીસીની અધ્યક્ષતામાં મળનારી સિન્ડીકેટની બેઠકમાં એકાઉન્ટ વિભાગમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે રિટાયર્ડ થયેલા કર્મચારીની પુન: નિમણૂંક કરવા, યુનિવર્સિટીની પ્રેસના ઓફસેટ મશીન ઓપરેટરનો પગાર વધારવા, ગોત્રી મેડીકલ કોલેજમાં 5 ટકા ફી વધારા અંગેની દરખાસ્ત પર ચર્ચા કરીને નિર્ણય લેવાશે. ખાસ કરીને પીએચડીની ફી વધારવા અને વર્ષ 2016-17 માટે પોસ્ટ ઓડી માટે એક્સર્ટનલ ઓડીટર્સની નિમણૂંક કરવા, પી.જી.ડિપ્લોમા ઇન હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ એન્ડ કલીનીકલ કમ્યુનિટી સાયકોલોજી તથા પી.જી.ડિપ્લોમા કલીનીકલ એન્ડ એપ્લાઇડ હિપ્નોસીસ, હાયર પેમેન્ટની ફીસ સંદર્ભે નિર્ણય લેવાશે.

સિન્ડિકેટની બેઠકમાં સમસ્યાઓ ઉકેલાશે

ગોત્રી મેડિકલ કોલેજમાં 5 ટકા ફીવધારા અંગ નિર્ણય લેવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો