તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેડિકલના અનુસ્નાતક માટે રાજ્ય સરકાર પ્રવેશ આપશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલના અનુસ્નાતક માટે રાજ્ય સરકાર પ્રવેશ આપશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્ષ2017-18ના નવા શૈક્ષણિક વર્ષથી મેડીકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોના પોસ્ટ ગ્રેજયુએટમાં પ્રવેશ પ્રક્રિયા રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. રાજય સરકાર દ્વારા ખાનગી કોલેજોને પી.જીમાં પ્રવેશ પ્રક્રિયા નહિ કરવા માટેની સૂચનાઓ આપી છે.

નવા શૈક્ષણિક વર્ષથી મેડીકલ અને ડેન્ટલના પી.જી લેવલના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના નિયમોમાં ફેરબદલ કરવામાં આવ્યા છે જે મુજબ હવે તમામ પી.જી કોર્ષોમાં સેન્ટ્રલલાઇઝ પધ્ધતિથી રાજય સરકાર દ્વારા પ્રવેશ આપવામાં આવશે જેમાં સરકારી અને ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. એમ.એસ.યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.અશોક મહેતાએ અંગેની માહિતી આપતા જણાવ્યુ હતુ કે અગામી સત્રથી રાજય સરકાર દ્વારા મેડીકલ અને ડેન્ટલના પી.જી લેવલના તમામ અભ્યાસક્રમોમાં સેન્ટ્રલાઇઝ પધ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે. જેમાં સરકારી તથા ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. સરકારે ખાનગી કોલેજોને પ્રેવશ નહિ આપવાની તાકીદ પણ કરી છે. ખાનગી કોલેજોમાં પણ સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.

ખાનગી કોલેજ પાસેથી સત્તા છિનવી લેવાઇ

વર્ષ 2017-18માં સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી પ્રવેશ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો