તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કલ્પેશ કાછિયાને સિમ કાર્ડ આપનારની ધરપકડ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલ્પેશ કાછિયાને સિમ કાર્ડ આપનારની ધરપકડ કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેંગસ્ટરમૂકેશ હરજાણી હત્યા કેસના આરોપી કલ્પેશ કાછિયાને, બોગસ રીતે મેળવેલું સિમકાર્ડ આપનાર આરોપીની ધરપકડ કરી જવાહરનગર પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

બનાવની વિગતો એવી છે કે ગત ઓકટોબર માસમાં ગેંગસ્ટર મૂકેશ હરજાણીની હરણી રોડ પર હત્યા કરવામાં આવી હતી.જેમાં અનેક આરોપીએાની ધરપકડ કરવામાં આવી હતી.જેમાં કલ્પેશ કાછિયાનો સમાવેશ થતો હતો.કલ્પેશ કાછિયાએ એક સિમકાર્ડનો ઉપયોગ કર્યો હતો.આ સિમકાર્ડ ચિરાગ જયેશ ઠક્કર (પંચમુખી મહાદેવ પોળ,અમદાવાદી પોળ,વડોદરા)દ્વારા ખરીદવામાં આવ્યું હતું. ચિરાગ ઠક્કરે રાવપુરાના રહીશ જતીન જગદીશ ગાંધીના આધાર કાર્ડ અને ફોટાનો ઉપયોગ નવું સિમકાર્ડ ખરીદવા કર્યો હતો.સિમકાર્ડના ફોર્મમાં જતીન ગાંધીના નામની ખોટી સહી પણ ચિરાગે કરી હતી. ખોટી રીતે સિમકાર્ડ મેળવી ચિરાગ ઠક્કરે સિમકાર્ડ કલ્પેશ કાછિયાને પહોંચાડ્યું હતું.જેના આધારે કાછિયા સહઆરોપીના સંપર્કમાં રહેતો હતો એમ પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું.ચિરાગ ઠક્કરના એક દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ચિરાગ ઠક્કર મોબાઇલ શોપમાં દસ્તાવેજો મેળવી ગ્રાહકોને સિમકાર્ડ આપવાનું કામ કરે છે .જેના પગલે તેની પાસે અનેક લોકોના દસ્તાવેજો આવતા હતા જેનો દુુરુપયોગ કરી કલ્પેશ કાછિયાને સિમકાર્ડ આપવામાં આવ્યુ હતુ્ં તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ચિરાગ ઠક્કરના પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યાં

હરજાણી હત્યા કેસમાં બોગસ સિમનો ઉપયોગ કરાયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો