તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાલી મંડળની બેઠક માટે પત્રિકાનું વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલી મંડળની બેઠક માટે પત્રિકાનું વિતરણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરારજી દેસાઇ ભવનની સામે આવેલા બાગમાં આજે સાંજે વાગે અંબે સ્કૂલના વાલીઓની બેઠક મળશે. જેમાં ૧૦ ટકા ફીવધારો રદ કરવા, ઇતર ફી ઘટાડા, ટોઇલેટને સ્વચ્છ રાખવા તેમજ વિદ્યાર્થીઓની ફરિયાદોનું નિવારણ લાવવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરાશે.આજે સંચાલક ને વાલીઓની મળેલી બેઠકમાં યુવા કોંગ્રેસના નેતાઓએ ધસી જઈને હોબાળો મચાવતાં વાલીઓએ તેમને વચ્ચે નહી પડવાનું જણાવી ઉતારી પાડ્યા હતા.

મોરારજી દેસાઇ ભવનની સામેના બાગમાં બેઠક

અંબે વિદ્યાલયના ફીવધારાના મુદ્દે લડત

અસામાજિક તત્ત્વો સાથે આવશે તો ચર્ચા નહીં

^ફીવધારાના મુદ્દે ચર્ચા કરવા અમે પાંચ વાલીઓને બોલાવ્યા હતા. તે વેળાએ યૂથ કોંગ્રેસના નેતાઓ કે જે અસામાજિક તત્ત્વો જેવું વર્તન કરતા હતા તે પણ ધસી આવ્યા હતા. તેમને કોણે બોલાવ્યા તે ખબર નથી. પણ તેમણે ખૂબ બેહૂદું વર્તન કરીને દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. દાદાગીરી થતાં સિક્યુરિટીને બોલાવીને તમામને બહાર કાઢ્યા હતા. અમે ૧૦ ટકાથી વધુની ફી ઘટાડી દીધી છે. માત્ર નિયમ મુજબની ૧૦ ટકા ફી વધારો રહેવા દીધો છે. ૧૦ ટકાથી ઓછી ફી નહીં કરાય. > સૂર્યકાંતશાહ, સંચાલક.

ફી વધારાના વિવાદની તપાસ હાથ ધરાશે

^અંબે સ્કૂલમાં ફીવધારા અંગે છેલ્લા બે દિવસથી વાલીઓના આંદોલન સંદર્ભે ડીઇઓ કચેરી દ્વારા તપાસ હાથ ધરાશે. હજુ સુધી કચેરીને વાલીઓનું લેખિત નિવેદન-ફરિયાદ મળી નથી. બોર્ડ પરીક્ષામાં સ્ટાફ કાર્યરત હોઇ તપાસ કરવામાં મોડું થઇ રહ્યું છે. > મહેશરત્નુ, ડીઇઓ.

2016 -17 2017-18

(જૂની ફી ) (નવી ફી )

ધો.-1રૂ. 21,500 રૂ. 23,500

ધો.-2 રૂ. 21000 રૂ.23,000

ધો.-3 રૂ. 21,000 રૂ. 23,000

ધો.-4 રૂ. 17,700 રૂ.22,000

ધો.-5 રૂ. 16,500 રૂ. 20,000

ધો.-6 રૂ. 15,500 રૂ. 19,000

ધો.-7 રૂ. 15,000 રૂ. 18,000

ધો.-8 રૂ. 15,500 રૂ. 18,000

અંબે વિદ્યાલયમાં કરાયેલો ફીવધારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો