તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 110 કિલો કેરીનો રસ, 40 કિલો ચાસણી ફ્રુટસનો નાશ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

110 કિલો કેરીનો રસ, 40 કિલો ચાસણી- ફ્રુટસનો નાશ કરાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગરમીમાંઅખાદ્ય પર્દાથોના સેવનથી રોગચાળો ફાટી નીકળે તે પહેલા ઉંઘમાંથી સફાળા જાગેલા ફુડ વિભાગે સતત બીજા દિવસે શહેરના જુદા જુદા વિસ્તારમાં સપાટો બોલાવીને 110 કિલો કેરીનો રસ, 40 કિલો ચાસણી,40 કિલો ફળો અને એકસપાયરી ડેટવાળા નેચરલ કલરના 3 ડબ્બાનો નાશ કર્યો હતો.

શુક્રવારે પાલિકાના ફુડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડો.મુકેશ વૈદ્યે ફુડ ઇન્સ્પેકટરોની બે ટીમ બનાવી હતી અને ટીમોએ કેરીના રસનું વેચાણ કરતાં ચાર તંબુ,કેરીનો રસન બનાવતા 9 યુનિટસ અને શેરડીના 11 કોલામાં તપાસણી કરી હતી. તપાસણીમાં, પ્રતિબંધિત કલરનો ઉપયોગ કરવા બદલ 110 કિલો કેરીનો રસ, 40 કિલો ચાસણીને સ્થળ પર ઢોળી દેવામાં આવી હતી. જયારે, ખુલ્લામાં પણ બગડેલા ફળોનું વેચાણ કરતાં હોવાનું ધ્યાને આવતા 40 કિલો ફળ તેમજ એકસપાયરી ડેટવાળા નેચરલ કલરના 3 ડબ્બા ફેંકી દીધા હતા.

ફૂડ વિભાગનું ચેકિંગ બીજા દિવસે પણ ચાલુ રહ્યું અને ગોરવા - છાણી રોડ પર કેરીના રસના સેમ્પલ લીધા હતા.

એકસપાયરી ડેટવાળા નેચરલ કલરના 3 ડબ્બા ફેંકી દીધા

કેરીના રસના નામે મેંગો મિલ્ક શેકનું વેચાણ થતાં તંત્ર એકશનમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો