NRI પોતાની રકમ બદલી શકે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્વેલર્સ લાખની જૂની નોટો લઈ 20,000નું સોનું વેચે છે!

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮મી નવેમ્બરના રોજ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પ્રતિબંધ છતાં પણ શહેરના જ્વેલર્સ, બિલ્ડર અને માલેતુજારો કે જેમની પાસે બિનહિસાબી કાળું નાણું પડી રહ્યું છે તેવા લોકો પાસેથી ૧૫ થી ૨૦ ટકાના ભાવે જૂની નોટો લઇને તે નોટોની સામે સોનાની લગડી તથા નવી નોટો આપીને ધૂમ કમાણી કરી રહ્યા છે. ખાસ કરીને જ્વેલર્સ નોટબંધીના બહાને પોતાનો બિનહિસાબી સ્ટોક પણ ખપાવી દઇને જૂની નોટો સામે ૨૦ ટકા આપીને લાખોની બિનહિસાબી આવક મેળવી રહ્યા છે. જ્વેલર્સના સંચાલકો માલેતુજારો કે બિનહિસાબી આવક ધરાવતાં ઓફિસર્સ કે ધનવાનો પાસેથી જૂની નોટો લઇને તે નોટો પોતાના એનઆરઆઇ મિત્રના નામે સેટ કરાવીને તેમાંથી લાખો રૂપિયા કમાઇ રહ્યા છે. લાખો રૂપિયાની સામે માલેતુજારો અને ઓફિસર્સને ૨૦ ટકા પ્રમાણે નવી ચલણી નોટો કે સોનાની લગડીઓ વેચી રહ્યા છે. રૂપિયા એક લાખની જૂની નોટો સામે માત્ર ૨૦ હજાર રૂપિયાની નવી ચલણની નોટો અપાય છે અથવા તો તેટલા રૂપિયાનું સોનું અપાય છે. આમ નોટબંધી બાદ પણ શહેરના ઘણા નાના-મોટા જ્વેલર્સે કમાણી કરવાનો નવો માર્ગ અપનાવીને લાખો-કરોડો રૂપિયા એકત્ર કર્યા છે.

^છેલ્લા એક મહિનાથી શહેરમાં અલકાપુરી અને માંડવી વિસ્તારમાં જૂની નોટો સામે ૨૦ ટકાના ભાવે નવી નોટો તથા સોનું અપાય છે. જ્વેલર્સના વેપારીઓ ગેરકાયદેસર ધંધો એટીએમમાં નાણાં ભરવા આવતી મોબાઇલ વાન તથા ઉચ્ચ બેંકના અધિકારીઓની સાંઠગાંઠથી કરે છે. બાબતની તપાસ થવી જરૂરી છે. અત્યાર સુધીમાં લગભગ રૂપિયા ૫૦-૧૦૦ કરોડની જૂની નોટોનો વ્યવહાર કરી દેવાયો છે. > એકજ્વેલર્સ.

NRI મિત્રને મહેમાન બનાવી તગડું કમિશન આપી લાખોની કમાણી

જૂની નોટો લઇને ૧૫-૨૦ ટકાના ભાવે નવી ચલણી નોટોનો વેપલો

એનઆરઆઇ નોટબંધી બાદ પોતાની રકમ બદલી શકે છે. જાણકારીનો જ્વેલર્સ અને માલેતુજારો ધૂમ ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ ૨૦ ટકા પ્રમાણે નવી નોટ કે સોનું આપી છે. બાકીના નોટો એનઆરઆઇના એકાઉન્ટ્સમાં દર્શાવીને ધૂમ કમિશન કમાય છે.

અન્ય સમાચારો પણ છે...