• Gujarati News
  • National
  • RC સક્સેના મેમો. ફૂટબોલ ટુર્ના. ચેમ્પિ. બની બરોડા એફસી

RC સક્સેના મેમો. ફૂટબોલ ટુર્ના. ચેમ્પિ. બની બરોડા એફસી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા|સેન્ટ્રલ વર્કશોપ,ઓએનજીસી,વડોદરાદ્વારા સ્વ. આર.સી. સક્સેના મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન 37મી વાર કરાયું હતું. તેની મેચો ઓએનજીસીના સ્ટેડિયમ પર રમાડવામા આવી હતી. ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી 14 ટીમોએ ભાગ લીધો હતો. નોકઆઉટ ધોરણે રમાયેલ ટુર્નામેન્ટની ફાઇનલમાં ક્લેરિઝ અમદાવાદ અને બરોડા એફસીની ટક્કર થઇ હતી. બરોડ઼ા એફસીના ખેલાડીઓએ શ્રેષ્ઠ દેખાવ કરતાં પાંચ ગોલથી મેચ જીતી લીધી હતી. વિજેતા ટીમને ઇનામ વિતરણ કાર્યક્રમના મુખ્ય અતિથિ હરિ ગુપ્તાના હસ્તે ટ્રોફી એનાયત કરવામા આવી હતી. ટુર્નામેન્ટ સેન્ટ્રલ વર્કશોપ,કર્મચારી કલ્યાણ સમિતિ જીજીએ-હેડ સીડબ્લ્યુએસ બીકે પ્રસાદના માર્ગદર્શનમાં રમાડવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...