• Gujarati News
  • National
  • શહેરના સયાજીગંજ કાલાઘોડાનો ઐતિહાસિક બ્રિજ પહોળો કરાશે

શહેરના સયાજીગંજ કાલાઘોડાનો ઐતિહાસિક બ્રિજ પહોળો કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુંં પડકારો રહેલા છે?

શું ફાયદો થાય? |કાલાઘોડાસર્કલથી સલાટવાડા તરફ જતી વખતે બ્રિજ પાસેના ટ્રાફિક સિગ્નલ તરફ હાલમાં વાહનચાલકોએ રેડ સિગ્નલ થતાં ઉભું રહેવું પડે છે. બ્રિજ પહોળો કરવાથી વાહનચાલકો સીધા પંચમુખી હનુમાન મંદિરવાળા ભાગથી સીધા નીકળી શકશે.

બ્રિજ પહોળો તો કરવો પડે તેમ છે

ઐતિહાસિક કાલા ઘોડા બ્રિજ તરીકે જાણીતો બ્રિજ માંડ 400 થી 500 મીટર લાંબો છે. બ્રિજ પરથી મહીસાગરથી જેલરોડ,લાલબાગ ટાંકી સહિતના દક્ષિણ વિસ્તાર તરફ પાણી પૂરું પાડતી પાણીની ફીડરલાઇન પસાર થાય છે. બ્રિજના રોડની પહોળાઇ હાલમાં 13 મીટરની છે અને તેના પર વોક વે પણ રાખવામાં આવેલો છે.

પાલિકાએ કાલાઘોડા બ્રિજને 27 મીટરનો કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે અને તેના માટે પ્રાથમિક નકશો તૈયાર કરાવવાની દિશામાં કામગીરી હાથ પર લીધી છે. જે મુજબ, ફતેગંજથી સલાટવાડા પુલબારી નાકા તરફ જવું હોય તો કાલા ઘોડા સર્કલ પર આખો વળાંક લેવાની જરૂર પડશે નહીં અને પહોળાઇવાળા ભાગથી સીધા પંચમુખી હનુમાન મંદિર તરફ સીધા જઇ શકાશે. કાલાઘોડા બ્રિજની બંને બાજુ પહોળાઇ વધારવાની કામગીરી તબક્કાવાર રીતે કરવામાં આવશે અને એક ભાગની કામગીરી પૂરી થતાં નવ મહિનાનો સમય લાગે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે.

2.67

લાખવાહનો

રોજના કેટલાં

પસાર થાય

રોડવાઇડનિંગની કામગીરી પૂરી થતાં સુધી ટ્રાફિક જામની સમસ્યા હલ કેવી રીતે થશે?

બ્રિજની અેન્ટ્રી-અેક્ઝિટ પાસે ઐતિહાસિક છત્રી બનેલી છે તેને ખસેડવી કેમ ?

પાણીની ફીડર લાઇન બ્રિજની બાજુના ભાગમાંથી ખસેડવી

^ કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદી પરનો બ્રિજની બંને બાજુ વારાફરતી કામગીરી કરાવવી પડશે અને લગભગ એકબાજુની કામગીરી પૂરી થતાં થી નવ મહિનાનો સમય લાગી શકે છે. જે માટે નકશો તૈયાર કરાવવામાં આવી રહ્યો છે. > પીએમ પટેલ, સિટીએન્જિનિયર

એક ભાગની કામગીરી પૂરી થતાં નવ મહિનાનો સમય લાગે તેવો અંદાજ

બ્રિજની પહોળાઈ 13 મીટરથી વધારીને 27 મીટર કરવા કાર્યવાહી થશે

અન્ય સમાચારો પણ છે...