• Gujarati News
  • National
  • પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરાશે

પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનામુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 14 ઓગસ્ટે પોલો ગ્રાઉન્ડ ખાતે 6057 જેટલા વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે. શુક્રવારે મ.સ.યુનિ. સત્તાધીશોની સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. પોલો ગ્રાઉન્ડ ખાતે 31 કાઉન્ટર્સ ઊભા કરીને નમો ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે. 10 ઓગસ્ટ સુધી રજિસ્ટર્ડ થયેલા તમામ વિદ્યાર્થીઓને પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં ટેબ્લેટનું વિતરણ કરવામાં આવનાર છે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 14 ઓગસ્ટે પોલો ગ્રાઉન્ડ ખાતે યુવા સંમેલન યોજાનાર છે. જેમાં વિદ્યાર્થીઓને નમો ઇ-ટેબ્લેટનું વિતરણ કરવામાં આવનાર છે. મ.સ.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સંદર્ભે શુક્રવારે બેઠક યોજવામાં આવી હતી. 10 ઓગસ્ટ સુધી આશરે 6057 જેટલા વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે રજિસ્ટ્રેશન કર્યું છે. જે પૈકી 5285 વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યા હતા. ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડમાંથી પાસ થનાર 772 જેટલા વિદ્યાર્થીઓને 29-30-31 નંબરના કાઉન્ટર પર સંપર્ક કરવાનો રહેશે.

10 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરનાર તમામ વિદ્યાર્થીઓને કાર્યક્રમ સ્થળ પરથી ટેબ્લેટનું વિતરણ કરી દેવામાં આવે માટે 31 કાઉન્ટર્સ ઊભાં કરવામાં આવનાર છે. દરેક કાઉન્ટર પરથી 200 વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાશે. વિદ્યાર્થીઓએ કયા કાઉન્ટર પરથી ટેબ્લેટ પ્રાપ્ત કરવાનું રહેશે અંગેની માહિતી યુિન.ની વેબસાઇટ પર મૂકી છે.

6057 ટેબ્લેટના વિતરણ માટે 31 કાઉન્ટર્સ

કાર્યક્રમને અનુલક્ષીને યુનિ.ના સ્ટાફની 12 ઓગસ્ટની રજા રદ

મુખ્યમંત્રીનીઉપસ્થિતિમાં યોજાનાર ટેબ્લેટ વિતરણના કાર્યક્રમને અનુલક્ષીને મ.સ.યુનિવર્સિટી સ્ટાફ માટે 12 ઓગસ્ટ બીજા શનિવારની રજા રદ્દ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના નોન - ટીચિંગ સ્ટાફને 12 ઓગસ્ટના બદલે 16 ઓગસ્ટે રજા આપવામાં આવશે. જેના કારણે 16 ઓગસ્ટે યુનિવર્સિટી ઓફિસ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...