• Gujarati News
  • National
  • પોલીસ મથકમાં રક્ષાબંધનની ઉજવણી

પોલીસ મથકમાં રક્ષાબંધનની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ મથકમાં રક્ષાબંધનની ઉજવણી

નસવાડી જૈન સંઘના સભ્યો પૂરપીડિતોની મદદે

વડોદરા :પૂ.ઉપાધ્યાય શ્રી અનંતચંદ્ર વિ.મ.સા.એ પૂરગ્રસ્તોની મદદ માટે પ્રેરણા આપતાં શ્રી નસવાડી જૈન સંઘના સભ્યો તન-મન-ધનથી પૂરગ્રસ્તો માટે મદદરૂપ સામગ્રી લઈ 50 કાર્યકર્તાઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં રવાના થઈ ગયા હતા.

વડોદરા :વિનાયક સુંદરકાંડ પરિવાર દ્વારા હઠીલા હનુમાનજી મંદિર,સુરસાગર પાસે,વડોદરા ખાતે રાત્રે 8-30 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અંકિતકુમાર પંડ્યાના કંઠે સુંદરકાંડના પાઠ પ્રસ્તુત કરવામાં આવશે.

હઠીલા હનુમાનજી મંદિરે સુંદરકાંડના પાઠ યોજાશે

વડોદરા :પોલીસ તંત્રના જવાનોને તહેવારોમાં પોતાના પરિવારને પૂરતો સમય મળતો નથી ત્યારે રાષ્ટ્રનીતિ ફાઉન્ડેશન દ્વારા સયાજીગંજ પોલીસ મથકના પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

વડોદરા :12મી ઓગસ્ટ શનિવારના રોજ શ્રી મહારુદ્ર હનુમાનજી મંદિર,મહાદેવ તળાવની સામે,વાડી ખાતે રાત્રે 9 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.માનસ સત્સંગ સમૂહના ધવલ કુમારના કંઠે સુંદરકાંડના પાઠ પ્રસ્તુત કરવામાં આવશે.

મહારુદ્ર હનુમાનજી મંદિરમાં સુંદરકાંડ

વડોદરા :શ્રી અલકાપુરી જૈન સંઘ,અકોટામાં જૈનાચાર્ય શ્રી તત્ત્વદર્શન વિજયજીએ આજે પ્રવચનમાં જણાવ્યું હતું કે નહિ ઇચ્છવા છતાં જીવનમાં દુખો આવે છે ,નહિ માંગવા છતાં જીવનમાં સુખો આવે છે,એટલે પ્રભુ પાસે માંગવા જેવી બાબતોનો આગ્રહ રાખો જેમાં વૈરાગ્ય અને સમતા ટોચના સ્થાને આવે છે. બંને મળે એટલે જીવન સફળ થયુ્ં કહેવાય.

વૈરાગ્ય અને સમતા મળે એટલે જીવન સફળ-તત્ત્વ દર્શન વિજયજી

વેંકટેશ બાલાજી મંદિર ખાતે સુંદરકાંડ યોજાશે

વડોદરા :12મી ઓગસ્ટ શનિવારના રોજ સાંજે 7-30થી 9 કલાક દરમિયાન શ્રી વેંકટેશ બાલાજી મંદિર(જ્યુબિલીબાગ પાસે) ખાતે સામૂહિક ભજન,શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર,શ્રી સુંદરકાંડના પાઠ અને શ્રી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રાવણ દરમિયાન શ્રી પાર્થેશ્વર મહાદેવ પૂજન

વડોદરા :દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન વડોદરાના દંપતિ દ્વારા શ્રી પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરવામાં આવે છે. છેલ્લા બાર વર્ષથી વડોદરાના ભરત દવે તથા શકુન્તલા દવે પોતાના નિવાસસ્થાને શ્રી પાર્થેશ્વર મહાદેવ પૂજન કરતા આવ્યા છે. જેનો મહિમાં શીવપુરાણમાં વર્ણવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...