• Gujarati News
  • National
  • બંડલમાં મૂકેલા રૂપિયા પાછા આપવાના બહાને ઠગાઇ કરી

બંડલમાં મૂકેલા રૂપિયા પાછા આપવાના બહાને ઠગાઇ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાજવા ગામના પ્રજાપતિ ફળિયામાં રહેતા 50 વર્ષીય મંજુલાબહેન શંકરભાઇ ચૌહાણ શાકભાજી વેચવાનો ધંધો કરે છે. શુક્રવારે સવારે 9 વાગ્યાના સુમારે બાજવા બજારમાં 12 વર્ષીય સગીર તેમની પાસે આવી રિક્ષામાં જવા માટે ભાડુ માગ્યું હતું. સમયે તેનો સાગરિત પાછળથી આવી ચેકિંગ કરતાં તેના ખિસ્સામાંથી રૂપિયાનું બંડલ મળ્યું હતું.

બંડલમાંથી રૂપિયા આપવાનો વિશ્વાસ આપી ભેજાબાજે મહિલાને તેમણે પહેરેલી સોનાની ચેઇન મૂકી દેવાનું કહ્યું હતું. મહિલાને વિશ્વાસમાં લઇ તેમની નજર ચૂકવી રૂા. 45000ની કિંમતની સોનાની ચેઇન લઇ બંને રફૂચક્કર થઇ ગયા હતાં. મહિલાએ છેતરપિંડી અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઇના બનાવ અંગે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

બાજવા બજારમાં 12 વર્ષીય સગીરે શાકભાજી વેચતી મહિલા પાસે આવી રિક્ષામાં જવા માટે ભાડું માગ્યું હતું

સગીરે રૂપિયાનું બંડલ મળ્યું હોવાનું કહી ખેલ પાડ્યો

અન્ય સમાચારો પણ છે...