• Gujarati News
  • National
  • 5 સ્થળે ફાયર,પોલીસ,મેડિકલની ઇમરજન્સી ટીમ તૈનાત રખાશે

5 સ્થળે ફાયર,પોલીસ,મેડિકલની ઇમરજન્સી ટીમ તૈનાત રખાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
158 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા વડોદરા શહેરની વસતી 18 લાખને આંબી ગઇ છે. 1987ના મહેકમ મુજબ પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં ફાયર સ્ટાફની ભરતી કરવામાં આવે છે. ત્રીસ વર્ષ પહેલાના મંજુર મહેકમ મુજબ ફાયર બ્રિગેડના ફાયર સ્ટેશન પર સ્ટાફની વહેંચણી કરવામાં આવે છે.

મંજુર મહેકમ મુજબની જગાઓ પૈકી સર સૈનિક,સૈનિક,ડ્રાઇવરની મળીને 161 જગાઓ ખાલી પડી છે ને તે 50 ટકાનો આંક બતાવે છે.આ સંજોગોમાં ફાયર બ્રિગેડ વિભાગને વધુ સુજજ કરવા તેમજ શહેરીજનોને ફાયર બ્રિગેડ,મેડિકલ અને પોલીસની સેવા એક સ્થલેથી મળી રહે તે માટે પ્રાથમિક તબક્કામાં પાંચ લોકેશન નક્કી કરવાની દિશામાં પાલિકાએ કવાયત આદરી છે. જેમાં, પાલિકાના અર્બન હેલ્થ સેન્ટરની પસંદગી ઝોન સ્તરે કરાય તેવી શકયતા છે.આ કામગીરી 24 કલાક માટેની હોવાથી ફાયર ફાયટર,ફાયર ડ્રાઇવર,સર સૈનિક ને સૈનિકની જરૂરિયાત છે. જેથી, ફાયર બ્રિગેડના હાલના મહેકમમાં ખાલી પડેલી જગાઓ મુજબ 161 અને સેન્ટર માટે 90 પ્રમાણે કુલ 251નો સ્ટાફ આઉટસોર્સિગથી ભરતી કરવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને તેના માટે 4.99 કરોડ રૂપિયાના વાર્ષિક ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

ભૂતકાળમાં ફાયર બ્રિગેડમાં લાશ્કરોની ભરતીમાં ભારે વિવાદ સર્જાયો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કિસ્સામાં કોર્ટે પુન: ટેસ્ટ લેવાનો આદેશ અાપ્યો હતો અને ફાયર વિભાગનો હવાલો વુડાના વિવાદમાં સપડાયેલા ડેપ્યુટી કમિશનર ડો. એન કે મીણા સંભાળી રહ્યા હતા. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દીપક ગુંજાલે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ વિભાગમાં 30 વર્ષ પહેલાના મહેકમ મુજબ ફાયર સ્ટેશનમાં સૈનિકોની ફાળવણી કરવામાં આવેલી છે. શહેરમાં પાંચ લોકેશન પર ઇન્ટીગ્રેટ ઇમરજન્સી સેવા માટે 60ના સ્ટાફની જરૂર છે એન ખાલી પડેલી 161 જગાઓ હોવાથી કુલ 251ના સ્ટાફની ભરતી માટે આઉટસોર્સિગથી કરાશે.

251ના સ્ટાફની ભરતી માટે આઉટસોર્સિગથી કરાશે : ચીફ ફાયર ઓફિસર

30 વર્ષ પછી મોટા પાયે આઉટસોર્સિગથી ભરતી કરવા પ્રક્રિયા હાથ ધરાશે

અન્ય સમાચારો પણ છે...